For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ચીને નવા વર્ષના પહેલા જ દિવસે ગલવાન ઘાટી પર ફરકાવ્યો પોતાનો ઝંડો

નવા વર્ષે ચીનના સરકારી મીડિયા સાથે જોડાયેલા ચીની પત્રકાર શેન શિવેઈએ પોતાના ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં ચીની સૈનિકોએ એક ઘાટી વિસ્તારમાં ઝંડો ફરકાવતા બતાવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવા વર્ષે ચીનના સરકારી મીડિયા સાથે જોડાયેલા ચીની પત્રકાર શેન શિવેઈએ પોતાના ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં ચીની સૈનિકોએ એક ઘાટી વિસ્તારમાં ઝંડો ફરકાવતા બતાવવામાં આવ્યા છે. આ વીડિયો શેર કરીને એક ચીની પત્રકારે લખ્યુ છે કે નવા વર્ષ 2022ના પહેલા દિવસે ગલવાન ઘાટીમાં ચીનનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવવામાં આવ્યો. ચીને ભારતીય સીમા પાસે ગલવાન ઘાટીમાં ઝંડો ફરકાવીને પોતાના લોકોને સંદેશ આપ્યો છે કે તે એક ઈંચ પણ જમીન નહિ આપે.

galwan valley

ચીની પત્રકાર શેન શિવેઈએ આગળ લખ્યુ કે આ રાષ્ટ્રીય ધ્વજ ખૂબ જ ખાસ છે કારણકે તેને સૌથી પહેલા બેઈજિંગના થિએનમેન સ્કવેર પર ફરકાવવામાં આવ્યો હતો. ચીની શાસને તેના પર ટેંક લગાવ્યા હતા અને તેને તોપોથી ઉડાવી દીધુ હતુ. આ ઘટનામાં હજારો યુવકો માર્યા ગયા હતા ત્યારબાદ ત્યાં જે ઝંડો ફરકાવવામાં આવ્યો હતો તેને ચીને ગલવાન ઘાટીમાં કથિત રીતે ફરકાવ્યો હતો.

ચીને પોતાની સીમામાં આ ઝંડો ફરકાવ્યો છે પરંતુ આ પહેલા રાજ્ય મીડિયા સાથે જોડાયેલા એક પત્રકાર જેમણે ઘણી વાર ભારત વિરોધી પોસ્ટ લખી છે તેમણે આને વિશેષ રૂપે ગલવાન ઘાટીને ઉલ્લેખ કરીને શેર કર્યો છે. જેનો ઉદ્દેશ ભારતને ભડકાવવા કે ચિડવવાનો છે. ઉલ્લેખનીય છે કે જૂન, 2020માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના જવાનો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી જેમાં 20 ભારતીય જવાનો શહીદ થઈ ગયા હતા.

વીડિયો સામે આવ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકારને મૌન તોડવા માટે કહ્યુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂર્વ લદ્દાખના ગલવાન વિસ્તારમાં ચીની ઘૂસણખોરી પર મૌન તોડવા માટે કહ્યુ. પૂર્વ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ચીની ઘૂસણખોરીને ઉકેલવા માટે વિપક્ષી દળો મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર કહ્યુ, 'ગલવાન પર આપણે તિરંગો સારો લાગી રહ્યો છે. ચીનને જવાબ આપવો જોઈએ. મોદીજી મૌન તોડો.' આ પહેલા રાહુલ ગાંધીએ અરુણાચલ પ્રદેશાં 15 ચીની સ્થાનોના નામ બદલાયા બાદ સરકારને ઘેરવાની માંગ કરી ીહતી. જો કે ચીનના આ એલાન પર ભારતના વિદેશ મંત્રાલયે પલટવાર કરીને કહ્યુ કે આનાથી કંઈ પણ નહિ બદલાય અને અરુણાચલ પ્રદેશ ભારતનુ અભિન્ન અંગ જ રહેશે.

English summary
China hoisted its flag over the Galvan Valley on New Year's Day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X