For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન-ભારત રણનીતિક ભાગીદારઃ ચીની મીડિયા

By Super
|
Google Oneindia Gujarati News

India China
બેઇજિંગ, 20 ઑક્ટોબરઃભારત અને ચીન વચ્ચે યુદ્ધના 50 વર્ષ પછી ચીની મીડિયાએ આજે સકારાત્મક રુખ અપનાવતા કહ્યું કે બન્ને દેશોએ 'વિસ્તૃત રણનીતિક ભાગીદારી' માટે લાંબી રાહ પંસદ કરી છે. ચીની મીડિયાએ ભારત અને ચીનના સંબંધો પર દુર્લભ ટિપ્પણી કરતા કહ્યું કે યુદ્ધને ભુલાવી દેવું જોઇએ અને બન્ને દેશોએ વણઉકેલાયેલી સરહદ વિવાદોના કારણે ઉદ્દભવેલા મતભેદો છતાં પ્રગતિ હાસલ કરી છે.

ચીની મીડિયાએ ચેતવણી કરી છે કે અમેરિકન અને પશ્ચિમ મીડિયાએ બે શક્તિશાળી એશિયાઇ દેશો વચ્ચે તણાવ પેદા કરવાનો પ્રયત્ન કર્યો છે, જેથી બન્ને પાડોશી દેશનો વિકાસ અટકી જાય.

ભારત-ચીનના સંબંધોના વિસંગતિ કોણે જન્માવીઃ હૂ સોસ ડિસકોર્ડ ઇન ઇન્ડિયા ચાઇના રિલેશંસઃ શીર્ષખ હેઠળના લેખમાં શંઘાઇના અખબાર લિબરેશન ડેલીએ ભારત અને ચીન વચ્ચે મજબૂત સંબંધો અંગે પ્રધાનમંત્રી મનમોહન સિંહના ભાષણનો હવાલો આપ્યો હતો.

આજે 1962 ભારત-ચીન યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થવા પર પ્રભાવશાળી અખબારે કહ્યું કે ભારત કોઇ પણ ચીન વિરોધી ક્રિયાકલાપ માટે પોતાના ક્ષેત્રના ઉપયોગની અનુમતિ નથી આપી રહ્યું છે અને તિબેટ સ્વાયત ક્ષેત્રમાં ચીનને અધિકાર ક્ષેત્રમાં માને છે, જે સકારાત્મક સંકેત છે.

ભારતીય મીડિયામાં યુદ્ધના 50 વર્ષ પૂર્ણ થવાની પૂર્વ સંઘ્યા પર યુદ્ધને ભુલાવી દેવા જોઇએ તેવુ આહવાનવાળા લેખોના સંદર્ભમાં કહ્યું કે ચીન સાથે સારા સંબંધો માટે ભારતીય નેતૃત્વ દ્વારા અપનાવવામાં આવેલા વિવેકપૂર્ણ રુખ વખાણવાલાયક છે.

English summary
Fifty years after a war across their high Himalayan frontier left decades of bitterness, the Chinese media, echoing the establishment's thinking, Saturday struck a positive note, declaring India and China had come a long way to establish a "comprehensive strategic partnership".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X