For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના 'બૉયકૉટ ચાઈના' અભિયાનથી અકળાયુ ચીન, બોલ્યુ - આ અવાજો પર અંકુશ લાગવો જોઈએ

ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલ તણાવ અને સીમા પર જવાનોના શહીદ થયા બાદથી દેશભરના લોકો ચીની સામાનનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલ તણાવ અને સીમા પર જવાનોના શહીદ થયા બાદથી દેશભરના લોકો ચીની સામાનનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. ભારતમાં 'બૉયકૉટ ચાઈના' ની આગેવાની કરનાર સોનમ વાંગચૂકે લોકોને આ અભિયાનમાં એકજૂટ થવા માટે કહ્યુ હતુ. આ વાત તેમણે ત્યારે કહી હતી જ્યારે બંને દેશો વચ્ચે તણાવ શરૂ થયો હતો. જો કે લદ્દાખથી ઉઠાવવામાં આવેલો આ અવાજ 20 જવાનોના શહીદ થયા બાદ આખા દેશમં ગૂંજવા લાગ્યો છે. સોમવારે ગલવાન ઘાટીમાં થયેલી ચીનના કાયર હરકતથી સૌ કોઈ ગુસ્સામાં છે.

ભારતીયોને કરવામાં આવી રહ્યો છે અનુરોધ

ભારતીયોને કરવામાં આવી રહ્યો છે અનુરોધ

હવે ચીન પણ આ અવાજોથી અકળાઈ રહ્યુ છે. આના વિશે તેના મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે. આ આર્ટિકલ્સમાં ભારતીયોને સલાહ આપવામાં આવી રહી છે અને એ અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે ચીની સામાનનો બહિષ્કાર ન કરે. ઘણામાં તો એમ પણ કહેવામાં આવ્યુ છે કે ભારત અને ચીના સંબંધો સદીઓ જૂના છે, એટલા માટે આવુ ના કરો. બેઈજિંગ માટે ચિંતા ત્યારે વધી ગઈ જ્યારે ભારતીયોએ ચીની સમકક્ષો સાથે જોડાયેલી કંપનીઓ સાથે પોતાની બુકિંગ રદ કરવાની શરૂ કરી દીધી.

'રોકાણ પાછુ લેવામાં આવી શકે છે'

'રોકાણ પાછુ લેવામાં આવી શકે છે'

ચાઈનીઝ એકેડમી ઑફ સોશિયલ સાયન્સ હેઠળ આવતા નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ટરનેશનલ સ્ટ્રેટેજીના અસોસિએટ રિસર્ચ ફેલો લુઈ શિયાક્સુએ ગ્લોબલ ટાઈમ્સમાં લખ્યુ, 'સીમા પર તણાવની સમીક્ષા કરતી વખતે, ભારતે એ સમજવુ જોઈએ કે ચીનનો સંયમ નબળો નથી.' તમને જણાવી દઈએ કે ગ્લોબલ ટાઈમ્સ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનુ મુખપત્ર છે. આમાં ભારત માટે કહેવામાં આવ્યુ છે કે તેને મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તણાવ પર ધ્યાન આપવુ જોઈએ. તેમણે લખ્યુ, 'જો સીમા પર તણાવ વધે અને પ્રતિકૂળ કારકોમાં વૃદ્ધિ થાય, તો રોકાણ પાછુ ખેંચવામાં આવી શકે છે.'

ગ્લોબલ ટાઈમ્સે શું કહ્યુ?

ગ્લોબલ ટાઈમ્સે શું કહ્યુ?

ગ્લોબલ ટાઈમ્સે ટ્વિટ કરીને કહ્યુ, 'સીમા પર અથડામણ બાદ ભારતને બૉયકૉટ ચાઈનાના અવાજ પર અંકુશ લગાવવો જોઈએ. રોકાણ અને વેપાર સાથે સીમા મુદ્દાને સ્પષ્ટ રીતે સંબદ્ધ કરવા અતાર્કિક છે. બંને પક્ષોએ કોવિડ-19ની અનિશ્ચિતતા વચ્ચે વિકાસના અવસરો ઉભા કરવાની જરૂર છે.'

ગુજરાતઃ એક જ પરિવારના 6 લોકોની લાશો મળી, હત્યા કે આત્મહત્યા? તપાસમાં લાગી પોલિસગુજરાતઃ એક જ પરિવારના 6 લોકોની લાશો મળી, હત્યા કે આત્મહત્યા? તપાસમાં લાગી પોલિસ

English summary
china is disturbed with 'boycott china campaign' of india and said should curb these voices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X