ચીન સાયબર જાસૂસી કરી રહ્યું છે : ચીન રક્ષા મંત્રી

હેગલે વાર્ષિક સિંગાપુર સંમેલન 'શાંગ્રિલા વાર્તા'માં જણાવ્યું કે "અમેરિકાએ સાયબર સિક્યુરિટીમાં છેદ પાડીને વધી રહેલા જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જેમાંથી કેટલીક ચીનની સરકાર અને ચીનની સેના સંબંધિત હોવાનું જાણવા મળે છે. વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ તરીકે અમેરિકા અને ચીનના હિતો અને ચિંતાઓમાં અનેક સંયુક્ત ક્ષેત્ર છે. સાયબર કાર્ય સમૂહની સ્થાપના સાયબર મુદ્દાઓ પર અમેરિકા - ચીનને વાતચીતને આગળ વધારવાની દિશામાં સકારાત્મક પગલું છે."
હેગલે એમ પણ જણાવ્યું કે અમે સાયબર સ્પેસમાં જવાબદાર આચરણના આંતરરાષ્ટ્રીય નિયમ સ્થાપિત કરવા માટે ચીન અને અન્ય સાથીદારોની સાથે જોશ અને ઉત્સાહપૂર્વક કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. ઓબામા અને શી વચ્ચે 7 અને 8 જૂન, 2013ના રોજ કેલિફોર્નિયામાં બેઠક યોજાવાની છે.
પેન્ટાગોનમાં મેની શરૂઆતમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં ચીનના હેકર્સ પર અમેરિકન હથિયારોની ડિઝાઇન સુધી પોતાની પહોંચ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. જેને હેગલના ભાષણના બે દિવસ પહેલા જ ચીનના રક્ષા મંત્રાલયે નકારી કાઢ્યો હતો.












Click it and Unblock the Notifications
