ચીને હટાવ્યો પ્રતિબંધ, લગાવી શકાશે દલાઇ લામાની તસવીરો

તિબેટના નિવાસીઓની સંસ્કૃતિ તથા ધર્મ પર સંકજો કસવા માટે ચીને આ પ્રતિબંધ વર્ષ 1996માં લગાવ્યો હતો. નવા રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા સત્તા સંભાળ્યાના માત્ર ત્રણ મહિનાની અંદર ચીન સરકાર તિબેટના બીજા ક્ષેત્રમાં આ પ્રકારના બદલાવને માન્યતા આપી રહી છે અને તેનાથી તિબેટને લઇને ચીનની નીતિઓમાં મોટા ફેરફાર આવવાની આશા છે, તથા ધાર્મિક પ્રતિબંધો ઘટી શકે છે.
પશ્ચિમી છિંગાઇ પ્રાંતમાં પણ અધિકારી દલાઇ લામાની તસવીરો પરથી પ્રતિબંધ હટાવવાનો વિચાર કરી રહ્યાં છે, આ ઉપરાંત દલાઇ લામાની નિંદા માટે તિબેટિયન પર દબાણ લાવવા માટે પોલીસની ઉપસ્થિતિ ઓછી કરવા પર પણ વિચાર ચાલી રહ્યો છે. છિંગાઇ અને લ્હાસા સરકારના પ્રતિનિધિઓનો તેના પર ટિપ્પણી લાવવા માટે સંપર્ક થઇ શક્યો નથી. ચીન સરકારના આ નિર્ણયથી તિબેટિયન તથા સરકાર વચ્ચે સંબંધ સુધરવાના આસાર છે.
ચીનના શાસનથી ત્રાસી ગયેલા અનેક તિબેટિયનોએ ગત કેટલાક વર્ષોમાં આત્મદાહ કરીને પોતાનો જીવ આપ્યો છે. ચીનથી વર્ષ 1959માં ભાગી જનારા દલાઇ લામાને અહીંની સરકાર એક ખતરનાક અલગાવવાદી માને છે. ભારતમાં રહેતા દલાઇ લામા પોતાની માતૃભૂમિ માટે અધિક સ્વાયત્તાની માંગ કરતા આવ્યા છે.












Click it and Unblock the Notifications
