For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનનો દાવો, WHOએ ઈમરજન્સી ઉપયોગ માટે તેમની વેક્સીનની લીલી ઝંડી આપી

ચીનનો દાવો, WHOએ ઈમરજન્સી ઉપયોગ માટે તેમની વેક્સીનની લીલી ઝંડી આપી

|
Google Oneindia Gujarati News

બેઈજિંગઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીનને જુલાઈમાં જ કેટલાક લોકોને કોવિડ 19ની વેક્સીન લાવવા માટે આપાત મંજૂરી આપી દીધી હતી, જો કે ત્યારે ચીને એ સમયે વેક્સીન માટે માનવ પરીક્ષણ શરૂ કર્યું જ હતું. કેટલાક વિશેષજ્ઞોએ આ પગલા વિશે ચિંતા પણ વ્યક્ત કરી છે. આ ફેસલાને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીન સરકાર પ્રત્યેના પોતાના ઝુકાવને લઈ નવેસરથી વિવાદ ઉભો થઈ શકે છે.

જુલાઈમાં હજારો વર્કર્સને વેક્સીન આપવામાં આવી

જુલાઈમાં હજારો વર્કર્સને વેક્સીન આપવામાં આવી

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના એક અધિકારી ઝોંગ ઝોન્ગવેઈનું કહેવું છે કે આ વિશે ડબલ્યએચઓને જૂનના અંતમાં જણાવવામાં આવ્યું હતું. ચીને પોતાના ઈમરજન્સી પ્રોગ્રામને જુલાઈમાં લોન્ચ કર્યો હતો. જેમને ઈન્ફોક્શનનો ખતરો વધુ હોય એવા હજારોને વર્કર્સ અને બીજા સીમિત સમહૂોને વેક્સીન આપવામાં આવી હતી. જો કે ત્યાં સુધી ત્રીજા તબક્કાના ટ્રાયલ વિના વેક્સીનની અસર અને સુરક્ષા વિશે પુખ્ત જાણકારી નહોતી.

વેક્સીનના ઈમરજન્સી ઉપયોગને WHOનો સપોર્ટ

વેક્સીનના ઈમરજન્સી ઉપયોગને WHOનો સપોર્ટ

ઝોન્ગવેઈએ દાવો કર્યો કે વેક્સીન ચીનના ઔષધિ કાનૂન મુજબ અને ડબલ્યૂએચઓના માપદંડો મુજબ જ જોખમવાળા સમૂહોને આપવામાં આવી. જૂનના અંતમાં ચીનની રાજ્ય પરિષદે ઈમરજન્સી કાર્યક્રમ અંતર્ગત કોવિડ 19 વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી દીધી હતી. ઝોંગે દાવો કર્યો, મંજૂરી આપ્યા બાદ 29 જૂને ચીનમાં ડબલ્યૂએચઓની ઑફિસના સંબંધિત પ્રતિનિધિઓને આની જાણકારી આપવામાં આવી હતી. તેમણે આને સમજ્યું અને સપોર્ટ કર્યો.

અન્ય દેશની નારાજગી સહન કરવી પડી શકે

અન્ય દેશની નારાજગી સહન કરવી પડી શકે

ડબલ્યૂએચઓના સહાયક મહાનિદેશકે શુક્રવારે કહ્યું કે, દેશોને રાષ્ટ્રીય નિયમો અને વિધાનો મુજબ કોઈપણ સ્વાસ્થ્ય ઉત્પાદ માટે આપાતકાલીન ઉપયોગ પ્રાધિકાર જાહેર કરવાની સ્વાયત્તતા છે. જણાવી દઈએ કે ચીનમાં કોરોના મહામારી ઘોષિત કરવામાં વિલંબ કરવાને લઈ પહેલેથી જ અમેરિકા સહિત અન્ય કેટલાય દેશોની ડબલ્યૂએચઓએ નારાજગી સહન કરવી પડી હતી. એવામાં આ સમાચાર આવ્યા બાદ કેટલાય દેશ ડબલ્યૂએચઓ પર સવાલ ઉઠાવી શકે છે. ચીનમાં ચીન નેશનલ બાયોટેક ગ્રુપ અને સાઈનોવૈક બાયોટેકના ઓછામા ઓછા ત્રણ ટ્રાયલ ચાલી રહ્યાં છે.

મહિન્દ્રા રાજપક્ષે અને પીએમ મોદી વચ્ચે દ્વીપક્ષીય બેઠક, આપસી સહયોગ વધારવા પર જોરમહિન્દ્રા રાજપક્ષે અને પીએમ મોદી વચ્ચે દ્વીપક્ષીય બેઠક, આપસી સહયોગ વધારવા પર જોર

English summary
China's claim, WHO gave the green signal to their vaccine for emergency use
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X