For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને અમેરિકાને યુદ્ધની ધમકી આપી, તાઈવાનમાં દખલ સહન નહીં થાય

ચીને અમેરિકાને સ્પષ્ટપણે ધમકી આપી છે કે, જો તાઇવાન પરના ચીનના દાવા પર કોઈએ દખલ કરી, તો મિલેટ્રી એક્શન લેવામાં પણ અચકાશે નહીં.

|
Google Oneindia Gujarati News

ચીને અમેરિકાને સ્પષ્ટપણે ધમકી આપી છે કે, જો તાઇવાન પરના ચીનના દાવા પર કોઈએ દખલ કરી, તો મિલેટ્રી એક્શન લેવામાં પણ અચકાશે નહીં. આ ચેતવણી ચીનના સંરક્ષણ પ્રધાન જનરલ વેઇ ફેંગે આપી હતી અને તેમને સિંગાપોરમાં યોજાયેલી શાંગરી-લા ડાયલૉગ્સ દરમિયાન આ કહ્યું હતું. ફેઈએ એમ પણ કહ્યું હતું કે વેપારના મુદ્દા પર પણ અમેરિકા, ચીનને ડરાવવાની ગુસ્તાખી બિલકુલ ના કરે.

China

એક ઇંચ જમીન પણ કોઈને લેવા દઇશુ નહિ

મેનડ્રિન ભાષામાં કાર્યક્રમને સંબોધતા, જનરલ ફેંગે જણાવ્યું હતું કે અમેરિકા સ્વતંત્રતાના નામે તાઇવાનને ટેકો આપે છે અને રણનીતિ તરીકે ચીન માટે મહત્વના સાગર પર ઑપરેશન્સ ચલાવી રહ્યું છે, તે સારું નથી. વેઇએ જણાવ્યું હતું કે પીપુલ્સ લિબરેશન આર્મી દેશની એક ઇંચ જમીન પણ કોઈને લેવા દેશે નહીં. ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી તાઇવાનને ચીનનો હિસ્સો જણાવે છે. તાઇવાનને ચીનથી અલગ થાયે 70 વર્ષ થઇ ગયા છે અને એક સીવીલ વૉર પછી તાઇવાન ચીનથી અલગ થયું હતું.

તાઇવાનને મળી રહેલી અમેરિકી મદદ પસંદ નથી

ચીને સ્પષ્ટપણે કહ્યું છે કે અમેરિકા તરફથી તાઇવાનને મળતી મદદ ચીનને પસંદ નથી. અમેરિકાના જહાજો તાઇવાન સ્ટ્રેટમાંથી પસાર થતા જોવામાં આવ્યા હતા. વેઇએ એમ પણ કહ્યું હતું કે એશિયામાં ચીનના તમામ મિલેટ્રી ઓપરેશન્સ સ્વ બચાવ માટે કરવામાં આવ્યા છે, પરંતુ તે પોતાના હિતોની સુરક્ષા માટે કોઈની પર પણ હુમલો કરવા માટે અચકાશે નહીં. ચીનએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી પર હુમલો ન કરવામાં આવે ત્યાં સુધી અમે કોઈના પર હુમલો નહીં કરીશું અને જો ચીન અને અમેરિકા વચ્ચે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ થયો તો પછી તેના ખૂબ ખરાબ પરિણામો આવશે. ચીનને તોડવાનો કોઈ પણ પ્રયાસ સફળ થશે નહીં. તમને જણાવી દઈએ કે ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વૉરથી સંબંધોમાં ખટાસ આવી છે.

આ પણ વાંચો: પાકિસ્તાની મહિલાઓને ફસાવવા માટે કયા હથકંડા અપનાવી રહ્યા છે ચીની યુવકો

English summary
China threatens war on America, tensions in Taiwan will not be tolerated
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X