For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

YouTube વીડિયો જોઈને કંઈક એવુ કરી હતી છોકરીઓ, એકનુ મોત

ચાઈનાની યુટ્યુબર ઝોઉ જિઓ હુઈ બે છોકરીઓના પરિવારજનોને વળતર આપવા માટે તૈયાર થઈ ગઈ છે. વાસ્તવમાં છોકરીઓએ તેમના વાયરલ વીડિયોની નકલ કરી હતી જેના કારણે બંનેમાંથી એકનુ મોત થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

ચાઈનાની યુટ્યુબર ઝોઉ જિઓ હુઈ બે છોકરીઓના પરિવારજનોને વળતર આપવા માટે તૈયાર થઈ ગઈ છે. વાસ્તવમાં છોકરીઓએ તેમના વાયરલ વીડિયોની નકલ કરી હતી જેના કારણે બંનેમાંથી એકનુ મોત થઈ ગયુ છે. 25 વર્ષની ઝોઉ જિઓ હુઈને યેહ નામથી પણ ઓળખવામાં આવે છે. યુટ્યુબ પર આના 70 લાખ સબસ્ક્રાઈબર છે. યુટ્યુબરને અનકન્વેશનલ ઑફિસ કુકિંગ વીડિયો બનાવવા માટે ઓળખવામાં આવે છે. બીબીસીએ શુક્રવારે જણાવ્યુ કે યુટ્યુબર પર કથિત રીતે આરોપ છે કે 14 અને 12 વર્ષની છોકરીઓએ તેમના વીડિયોની કૉપી કરીને ટિનના કેન પર પૉપકૉર્ન બનાવવાની કોશિશ કરી.

કેનમાં થયો બ્લાસ્ટ અને મોત

કેનમાં થયો બ્લાસ્ટ અને મોત

જ્યારે 22 ઓગસ્ટના રોજ છોકરીઓ સોડાના ટિન કેન પર આલ્કોહોલ ગરમ કરવાની કોશિશ કરી રહી હતી તે દરમિયાન તેમાં વિસ્ફોટ થઈ ગયો જેના કારણે 14 વર્ષીય ઝેજેનુ 5 સપ્ટેમ્બરના રોજ મોત થઈ ગયુ. 12 વર્ષની છોકરી જિઆયુના પરિજનો અનુસાર તેને કોસ્મેટિક સર્જરીની જરૂર છે. વળતર આપવાના બદલે યુટ્યુબર ઝોઉ જિઓ હુઈએ એ વાતનો ઈનકાર કરી દીધો કે તે છોકરીઓ તેમના વીડિયોની નકલ કરી રહી હતી. તેમણે કહ્યુ કે છોકરીઓએ વીડિયોમાં જણાવેલી રીતોના બદલે તેને ખોટી રીતે કર્યુ.

યુટ્યુબ પોતાના સત્યાપન કાર્યક્રમમાં કરશે ફેરફાર

યુટ્યુબ પોતાના સત્યાપન કાર્યક્રમમાં કરશે ફેરફાર

યુટ્યુબ પર ઉપલબ્ધ કન્ટેન્ટ માટે પેદા થયેલા એક વિવાદ વચ્ચે વીડિયો શેર કરતુ આ પ્લેટફોર્મ પોતાના સત્યાપન કાર્યક્રમમાં ધરમૂળથી ફેરફાર કરવા પર કામ કરી રહ્યુ છે. કંપનીએ એક બ્લૉગ પોસ્ટમાં કહ્યુ, ‘જ્યારે દર્શક યુટ્યુબ પર આવે છે તો એ મહત્વપૂર્ણ છે કે જે ચેનલને જોઈ રહ્યા છે તેના ક્રિએટર, આર્ટિસ્ટ, પબ્લિક ફિગર કે તેનુ પ્રતિનિધિત્વ કરતી કંપનીની અધિકૃત ઉપસ્થિતિ હોય.'

આ પણ વાંચોઃ સીએમ પદ અમે રાખીશુ, આદિત્ય ઠાકરેને ડેપ્યુટી સીએમ બનાવવાનો વાંધો નથીઃ ફડણવીસઆ પણ વાંચોઃ સીએમ પદ અમે રાખીશુ, આદિત્ય ઠાકરેને ડેપ્યુટી સીએમ બનાવવાનો વાંધો નથીઃ ફડણવીસ

જાણો યુટ્યુબની સ્પીડ વધારવાની સૌથી અસરદાર ટ્રિક

જાણો યુટ્યુબની સ્પીડ વધારવાની સૌથી અસરદાર ટ્રિક

યુટ્યુબની સ્પીડ વધારવા માટે બે ટ્રિક છે એક યુટ્યુબનુ કૈચ ક્લિયર કરો અને વીડિયો ક્વોલિટીને ચેન્જ કરો. કૈચ ક્લિયર કરવા માટે સૌથી પહેલા પોતાના ફોન, ટેબ્લેટ કે ડેસ્કટોપ પર ક્રોમ બ્રાઉઝરમાં જાવ. મેન્યુ ઑપ્શનમાં આપેલ ત્રણ લાઈન પર ટેપ કરો. ત્યારબાદ ફોન પર હિસ્ટ્રીમાં જઈને ક્લિયર બ્રાઉઝિંગ ડેટા પર ટેપ કરો. જો તમે ડેસ્કટોપ પર યુટ્યુબ ચલાવતા હોય તો મોર ટુલ્સમાં જઈને ક્લિયર બ્રાઉઝિંગ ડેટા પર ટેપ કરો. એંડ્રોઈડ, મેક અને પીસી યુઝર ડેટા ડિલીટ કરવા માટે ટાઈમ રેન્જ પણ સિલેક્ટ કરી શકો છો. જો કે આઈફોન્સ પર આ ઉપલબ્ધ નથી.

English summary
China Youtuber MS Yeah pays compensation after copycat death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X