For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સફળતાના શિખર પર ચીન, અંતરિક્ષ યાત્રીઓને પહેલીવાર સ્પેસ સ્ટેશને મોકલ્યા

સફળતાના શિખર પર ચીન, અંતરિક્ષ યાત્રીઓને પહેલીવાર સ્પેસ સ્ટેશને મોકલ્યા

|
Google Oneindia Gujarati News

વિશ્વમાં અમેરિકાના વર્ચસ્વને ખતમ કરવાની દિશામાં ચીન તેજીથી કામ કરી રહ્યુ્ં છે. ખાસ કરીને સ્પેસ ટેક્નોલોજીમાં ચીન સતત સફળતા મેળવી રહ્યું છે. અત્યાર સુધી અંતરિક્ષમાં માત્ર અમેરિકાના નાસાનું સ્પેસ સ્ટેશન જ હતું, પરંતુ હવે ચીને અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશનના નિર્માણમાં તેજીથી કામ ચાલુ કરી દીધું છે. આ અંતર્ગત ચીને પોતાના ત્રણ અંતરિક્ષ યાત્રીઓને નિર્માણાધીન સ્પેસ સ્ટેશનમાં મોકલ્યા છે અને ચીનના અંતરિક્ષ યાત્રી પહેલી જ કોશિશમાં પોતાના સ્પેસ સ્ટેશનમાં ડગલું માંડવામાં સફળ થઈ ગયા છે.

અંતરિક્ષમાં ચીનની સફળતા

અંતરિક્ષમાં ચીનની સફળતા

સાત કલાકની યાત્રા બાદ ચીનના ત્રણ અંતરિક્ષ યાત્રીઓએ પહેલીવાર પોતાના સ્પેસ સ્ટેશનમાં પગલું માંડ્યું છે અને ચીન તરફથી તેનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. અંતરિક્ષ યાત્રીઓને સ્પેસ સ્ટેશને મોકલી ચીને ટેક્નોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી છે. ચીને જે વીડિયો જાહેર કર્યો છે, તેમાં ચીની અંતરિક્ષ યાત્રીઓ સ્પેસ સ્ટેશનની અંદર પ્રવેશતા જોઈ શકાય છે.

JOIN TELEGRAM CHANNEL

અંતરિક્ષ યાત્રીઓ શું કરશે?

ચીની સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સ મુજબ ચીનના ત્રણ અંતરિક્ષ યાત્રીઓ આગલા ત્રણ મહિના સુધી અંતરિક્ષમાં નિર્માણ પામી રહેલ સ્પેસ સ્ટેશનમાં જ રહેશે અને અલગ અલગ જાણકારીઓ હાંસલ કરવાની કોશિશ કરશે. ચીનના ચાયના મૈન્ડ સ્પેસ એજન્સી એટલે કે CMS મુજબ શેઝાઉ-12 (Shenzhou-12) અંતરિક્ષ યાન, ચીન દ્વારા બનાવવામાં આવનાર સ્પેસ સ્ટેશનના કોર મોડ્યૂલ તિયાન્હે સાથે સફળતાપૂર્વક જોડાઈ ગયું છે અને પછી ઑર્બિટલ કેપ્સૂલને પ્રવેશ કરાવી દેવાયો છે. CMSએ સફળતાની જાણકારી આપતા કહ્યું કે ત્રણેય અંતરિક્ષ યાત્રી સ્પેસ સ્ટેશનમાં રહેવા દરમિયાન જરૂરી રિસર્ચ કરશે.

દુનિયાની દેખરેખ રાખશે?

માનવામાં આવી રહ્યું છે કે ચીનની કોમ્યૂનિસ્ટ પાર્ટી આ સ્પેસ સ્ટેશન દ્વારા આખી દુનિયા પર નજર બનાવી રાખવા માંગે છે અને દુનિયામાં થનાર તમામ ગતિવિધિ પહર નજર રાખવા માંગે છે. જ્યારે ચીની અંતરિક્ષ યાત્રીના આ અભિયાનનું ચીનની તમામ સરકારી ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. પાછલા દિવસોમાં ચીને પોતાના મૂન મિશન અને માર્સ મિશનને પણ સફળતા સાથે અંજામ આપ્યું છે, પરંતુ સ્પેશ સ્ટેશનમાં પોતાના અંતરિક્ષ યાત્રીઓને પ્રવેશ કરાવી ચીને તેનાથી પણ વિશાળ મિશનને અંજામ આપ્યો છે. જિકૂઆન સેટેલાઈટ લૉન્ચ સેંચરના ડાયરેક્ટર ઝૈંગ જિફેને કહ્યું કે, લૉન્ગ માર્ચ 2એફ રોકેટે શેઝાઉ-12ને સ્પેસક્રાફ્ટમાં મોકલી દીધું છે. સોલર પૈનલ યોગ્ય રીતે સ્થાપિત થઈ ચૂકી છે અને હવે આપણે કહી શકીએ કે શેઝાઉ-12 મિશન સંપૂર્ણપણે સફળ છે.

કોમ્યૂનિસ્ટ પાર્ટીને ક્રેડિટ આપી

કોમ્યૂનિસ્ટ પાર્ટીને ક્રેડિટ આપી

મહત્વની વાત એ છે કે ત્રણ અંતરિક્ષ યાત્રીઓએ જે સ્પેસ સૂટ પહેરી રાખ્યાં છે તેમાં સામાન્ય સમર્થકોની તસવીરો છપાયેલી છે જે તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે. આ લૉન્ચ દરમિયાન સ્પેસ સેંટરમાં કામ કરતા લોકો અને તેમના પરિજનો એકઠા થઈ દેશભક્તિના ગીત ગાયાં હતાં, ગીતના શબ્દો હતા "ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી વિના ચીનનું કોઈ ભવિષ્ય નથી" આ દરમિયાન લોકોના હાથમાં ચીની ઝંડો અને ફૂલ હતાં.

T આકારનું છે ચીની સ્પેસ સેન્ટર

T આકારનું છે ચીની સ્પેસ સેન્ટર

જણાવી દઈએ કે અંતરિક્ષમાં ચીન જે સ્પેસ સ્ટેશનનું નિર્માણ કરી રહ્યું છે તે T આકારનું છે, જેની વચ્ચે મુખ્ય મૉડ્યૂલ હશે જ્યારે બંને તરફ પ્રયોગશાળા કેપ્સ્યૂલ હશે. ચીનના સ્પેસ સ્ટેશનના મૉડ્યૂલનું વજન 20 ટનની નજીક છે અને આ યાન અંતરિક્ષ યાત્રીઓને લઈ જ્યાં પહોંચશે તેનું વજન વધીને 100 ટન સુધી પહોંચી શકે છે. ચીની વૈજ્ઞાનિકો મુજબ આ અંતરિક્ષ સ્ટેશનને પૃથ્વીની નીચલી કક્ષાથી 340થી 350 કિમીની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવી શકે છે. ચીનના વૈજ્ઞાનિક લેઈ જિયાન્યુએ પોતાના મિશનને વિશ્વસ્તરીય ગણાવ્યું.

English summary
Chinese crew docked with their new space station
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X