For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસથી ચીની ડૉક્ટરનું મોત, સૌથી પહેલા આ બીમારીને લઈ સચેત કર્યા હતા

કોરોના વાયરસથી ચીની ડૉક્ટરનું મોત, સૌથી પહેલા આ બીમારીને લઈ સચેત કર્યા હતા

|
Google Oneindia Gujarati News

બેઈજિંગઃ ચીનના ડૉક્ટર લી વેનલિયાંગ જેમણે કોરોના વાયરસના ખતરાને લઈ તમામ ડૉક્ટર્સને ચેતવ્યા હતા, તેમનું મોત થઈ ગયું. ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસને લઈ કુલ 8 ડૉક્ટર્સે ચેતવ્યા હતા, જેમાં ડૉક્ટર લી વેનલિયાન્ગ પણ સામેલ હતા. જ્યારે લી વેનલિયાંગે કોરોના વાયરસના સંભાવિત ખતરાને લઈ ચેતવણી આપી હતી ત્યારે તેમણે ચીની પોલીસની ફટકારનો સામનો પણ કરવો પડ્યો હતો. પરંતુ હવે ખુદ ડૉક્ટર લી કોરોના વાયરસના લપેટામાં આવી જવાથી ગુરુવારે મૃત્યુ થયું. 34 વર્ષીય લીએ કોરોના વાયરસને લઈ તમામ ડૉક્ટર્સને ચેતવ્યા હતા.

ચેતવણી આપી હતી

ચેતવણી આપી હતી

જણાવી દઈએ કે પાછલા વર્ષે ડિસેમ્બર મહિનામાં લી પહેલા વ્યક્તિ હતા જેમણે કોરોના વાયરસને લઈને ચેતવણી આપી હતી. તેમણે પોતાના મેડિકલ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓના ગ્રુપમાં મેસેજ નાખ્યો હતો અને કહ્યું હતું કે સ્થાનિક માર્કેટથી સી ફૂડમાં સાત લોકોમાં SARS સંક્રમણ જોવા મળ્યું છે અને તેમને મારા હોસ્પિટલના અલગ વોર્ડમાં અન્ય દર્દીઓથી અલગ દાખળ કરવામાં આવ્યા છે. લીએ જણાવ્યુ્ં હતું કે તેણે એક દર્દીનો ટેસ્ટ પણ કર્યો હતો, જેમાં તેમને કોરોના વાયરસની બીમારી મળી હતી. આ એવી બીમારી છે જેમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેમાં કેટલાય પ્રકારના વાયરસ હોય છે જેમા સીવીયર એખ્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ એટલે કે એસએઆરએસ પણ સામેલ છે. આ વાયરસના લપેટામાં આવવાથી ચીન અને દુનિયાભરમાં 2003માં 800 લોકોના મોત થયાં હતાં. લીએ પોતાના મિત્રોને કહ્યું હતું કે તે પોતાના ચાહકોને વ્યક્તિગત રૂપે આ વિશે જણાવે. થોડી વારમાં જ તેમના આ મેસેજનો સ્ક્રીનશૉટ વાયરલ થઈ ગયો હતો. આ મેસેજ બાદ પોલીસે તેમના પર અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.

થાકને કારણે મોત થયું

થાકને કારણે મોત થયું

જણાવી દઈએ કે અગાઉ ગુરુવારે ચીનના ડૉક્ટર રસોંગ યિંગજીનું ગુરુવારે મોત થઈ ગયું હતું. 28 વર્ષીય ડૉક્ટર સોં યિંગજી 25 જાન્યુઆરીએ હુનાન પ્રાંતના એક હોસ્પિટલમાં સતત કોરોના વાયરસના દર્દીઓ વચ્ચે હતા. દસ દિવસની સખત ડ્યૂટી બાદ તેઓ પણ ખુદ જિંદગીથી હારી ગયા. તેઓ અચાનક પડી ગયા અને તેમનું મોત થઈ ગયું. મૃત્યુનું કારણ ઘણા થાક પછી હાર્ટ અટેક જણાવાયું છે.

સતત કામ કરી રહ્યા હતા

સતત કામ કરી રહ્યા હતા

સ્થાનિક અધિકારીઓ મુજબ સોંગ યિંગજી 25 જાન્યુઆરીથી માત્ર હોસ્પિટલમાં દર્દીઓની જ દેખરેખ નહોતા કરી રહ્યા બલકે તેમના ડ્યૂટી ડ્રાઈવરો અને યાત્રીઓની તપાસમાં પણ લાગ્યા હતા. ગત દસ દિવસમાં તેઓ ગણતરીના કલાક જ ઉંઘી શક્યા હતા. હાડ ધ્રુજાવી મુકતી ઠંડી વચ્ચે તેઓ રાત દિવસ એક કરીને કામ કરી રહ્યા હતા. સોંગ યિંગજી અને તેમની ટીમ 5 ડિગ્રી તાપમાનમાં કામ કરી રહી હતી. તેઓ લોકોની તપાસ કરી સતત કોરોના વાયરસથી સંક્રમિત લોકોને ઈલાજ માટે મોકલી રહ્યા હતા.

27 દેશમાં કોરોના વાયરસનો કહેર, ચીનમાં 630 લોકોના મોત27 દેશમાં કોરોના વાયરસનો કહેર, ચીનમાં 630 લોકોના મોત

English summary
chinese doctor dies of coronavirus, first he warned about it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X