For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનના આ પ્રાણી સંગ્રાહલયમાં 'આફ્રિકન સિંહ' અચાનક 'ભસવા' લાગ્યો

|
Google Oneindia Gujarati News

બેઇજિંગ, 16 ઑગસ્ટઃ તમે ક્યારેય સિંહને ભસતાં જોયો છે, જો ના જોયો હોય તો ચીનના પ્રાણી સંગ્રાહલયની મુલાકાત લઇ લેવી, કારણ કે ત્યાં સિંહ પણ કુતરાંની જેમ ભસે છે. તમને આ વાચીને કદાચ હસું આવ્યું હશે, પરંતુ આ સાચું છે. આ અજીબોગરીબ કિસ્સો ચીનના એક પ્રાણી સંગ્રાહલયમાં થયો છે, જ્યાં એક આફ્રિકન સિંહ દર્શકોની સામે ભસવાં લાગ્યો. માહિતી અનુસાર એક કુતરાંને સિંહ તરીકે દર્શકોની સામે રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની પોલ ખુલી ગઇ હતી.

ચીનના સરકારી સમાચાર પત્ર બેઇજિંગ યૂથ ડેલીએ સમાચાર આપ્યા છે કે, હેનાન પ્રાન્તમાં એક પ્રાણી સંગ્રાહલયમાં દર્શકોને જે પ્રાણીને જોવાની ઉત્સુકતા હોય છે, તેના સ્થાને સામાન્ય રીતે જોવા મળતાં પ્રાણી રાખવામાં આવ્યા હતા. સમાચાર પત્રએ ત્યાં આવેલી એક મહિલાના હવાલાથી લખ્યું છે કે, તે તેના પુત્ર સાથે જાનવરોનો અલગ-અલગ અવાજ સાંભળવા માગતી હતી અને જ્યારે તેમના પુત્રએ એક જાનવર તરફ ઇશારો કર્યો તો તે ભસવાં લાગ્યું.

dog-lion-china
રસપ્રદ વાત એ છે કે એ જાનવરને આફ્રિકન શેર એવું નામ આપવામાં આવ્યું હતું, પરંતુ ખરા અર્થમાં તે તિબેટિયન નસ્લનો કુતરો હતો. જેના વાળ ઘણાંજ લાંબા હતા. લિયુ નામની આ મહિલાએ જણાવ્યું કે, પ્રાણી સંગ્રાહલયમાં અમારી સાથે દગો કરવામાં આવ્યો છે. તે કુતરાંને સિંહ તરીકે રજૂ કરી રહ્યાં હતા. એક સમાચાર એજન્સી અનુસાર આ પ્રાણી સંગ્રાહલયમાં પ્રવેશ ફી તરીકે 15 યુઆન એટલે કે 150 રૂપિયા લેવામાં આવે છે.

માત્ર વાત કુતરાંને સિંહ તરીકે રજૂ કરવા સુધી જ સિમિત નથી. અન્ય કેટલાક જાનવરોને લઇને પણ દગો કરવામાં આવ્યો છે. બે ઉંદરને સાંપના દરમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે શિયાળને દિપડા તરીકે દર્શાવવામાં આવ્યો હતો. પાર્કના પશુ વિભાગના પ્રમુખ લિયુ સુયાએ સમાચાર પત્રને જણાવ્યું કે, પ્રાણી સંગ્રાહલયમાં સિંહ છે, પરંતુ પ્રજનન માટે તેને લઇ જવામાં આવ્યા હતા અને એટલા માટે જ તેના સ્થાને એક કર્મચારીના કુતરાંને ત્યાં મુકવામાં આવ્યો હતો.

English summary
A zoo in eastern China housed a Tibetan mastiff in their African lion cage, angering visitors who said the zoo was scamming them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X