For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વેક્સીનની દિશામાં અમેરિકાનું વધુ એક ડગલું, મોડર્નાની વેક્સીન 94 ટકા અસરકારક

કોરોના વેક્સીનની દિશામાં અમેરિકાનું વધુ એક ડગલું, મોડર્નાની વેક્સીન 94 ટકા અસરકારક

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્કઃ કોરોના વેક્સીનની દિશામાં અમેરિકા તેજીથી આગળ વધી રહ્યું છે. વ્હાઈટ હાઉસ તરફથી પહેલે જ કોરોના વેક્સીન આવવાની ડેડલાઈન 11 અથવા 12 ડિસેમ્બર રાખી દેવામાં આવી હતી. આ દરમ્યાન અમેરિકી ફાર્મા કંપની મોડર્નાએ પોતાની કોરોના વેક્સીન 94.1 ટકા પ્રભાવી હોવાની ઘોષણા કરી દીધી છે. કંપનીએ દાવો કર્યા મુજબ વેક્સીન કોરોનાના એવા સંક્રમિત દર્દીઓ પર 100 ટકા અસરકારક સાબિત થઈ છે, જેઓ ગંભીર રીતે સંક્રમિત થયા છે.

corona vaccine
રસીની દિશામાં હવે કંપનીએ આ પગલું માંડ્યું

જણાવી દઈએ કે અમેરિકી કંપની હવે આ ઉપલબ્ધિ બાદ વેક્સીનની દિશામાં વધુ એક મહત્વનું ડગલું માંડવા જઈ રહી છે. કંપનીએ ફેસલો કર્યો કે રસીના પ્રાધિકરણ માટે અમેરિકી ખાદ્ય અને ઔષધિ પ્રશાસનને ત્યાં સપ્લાઈ કરશે. કંપનીએ કહ્યું કે વેક્સીનમાં મળેલી આ સફળતા બાદ તેના ઉપયોગ માટે અમેરિકી અને યુરોપિય ઈમરજન્સી પ્રાધિકરણ પાસે અરજી કરવામાં આવશે. કંપની તરફથી જાણકારી આપવામાં આવી છે કે આ કામ સોમવારે જ કરવામાં આવશે.

અગાઉ ફાઈઝરે ઘોષણા કરી હતી

જણાવી દઈએ કે અમેરિકામાં વેક્સીનની સફળતાની ઘોષણા કરતી મોડર્ના બીજી કંપની છે. અગાઉ અમેરિકી વેક્સીન નિર્માતા કંપની ફાઈઝરે પોતાના જર્મન પાર્ટનર કંપની બાયોટેક સાથે મળીને પણ પોતાની વેક્સીન 90 ટકાથી વધુ પ્રભાવિ હોવાની ઘોષણા કરી હતી. જણાવી દઈએ કે અમેરિકામાં ડિસેમ્બર સુધી વેક્સીન આવવાની ઘોષણા થઈ ચૂકી છે.

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પ્રદર્શનકારી ખેડુતોને કરી માસ્ક પહેરવાની અપીલ, જણાવ્યુ ક્યારે મળશે કોરોના વેક્સિનસ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પ્રદર્શનકારી ખેડુતોને કરી માસ્ક પહેરવાની અપીલ, જણાવ્યુ ક્યારે મળશે કોરોના વેક્સિન

English summary
corona based moderna inc claimed their vaccine effective 94 percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X