કન્ફર્મ! વુહાનની લેબમાંથી જ નીકળ્યો કોરોના, FBIએ કરી પુષ્ટિ, કહ્યુ - પુરાવા નષ્ટ કરવાની કોશિશ કરી રહ્યુ છે ચીન
અમેરિકન એજન્સી FBIએ મંગળવારે કહ્યુ કે એજન્સીનુ માનવુ છે કે એ વાતની સંભાવના સૌથી વધુ છે કે ચીનમાં સરકાર નિયંત્રિત પ્રયોગશાળામાં કોરોના વાયરસનો જન્મ થયો છે.
FBIના નિર્દેશક ક્રિસ્ટોફર રેએ મંગળવારે કહ્યુ કે એજન્સીનુ માનવુ છે કે એ વાતની સંભાવના સૌથી વધુ છે કે ચીનમાં સરકાર નિયંત્રિત પ્રયોગશાળામાં કોરોના વાયરસનો જન્મ થયો છે. એફબઆઈના નિર્દેશક ક્રિસ્ટોફર રેએ ફૉક્સ ન્યૂઝને જણાવ્યુ કે તેમની એજન્સીએ ઘણા સમયથી મૂલ્યાંકન કર્યુ છે કે કોરોના મહામારીની ઉત્પત્તિ વુહાનમાં એક સંભવિત લેબમાં થયેલી ઘટના છે.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ ચીનમાંથી નીકળ્યો છે કે નહિ તેના અમેરિકામાં જ એક મત નથી. અમેરિકાઓ છેલ્લા 2 દિવસમાં ત્રીજી વાર નિવેદન બદલ્યુ છે. હવે ફરીથી ચીનને કોરોના માટે જવાબદાર ગણવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કે હાલમાં જ યુએસ એનર્જી ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કોરોના ચીનની લેબમાં તૈયાર કરવામાં આવેલ વાયરસ હોઈ શકે છે.
પુરાવા નષ્ટ કરવાની કોશિશ કરી રહ્યુ છે ચીન
ફૉક્સ ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં ક્રિસ્ટોફર રેએ દાવો કર્યો હતો કે ચીન કોરોના રોગચાળાના સ્ત્રોતને ઓળખવાના પ્રયાસોમાં નિષ્ફળ કરવા અને અવરોધ લાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યુ છે અને આ દરેક માટે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે અગાઉ 2021ના એક રિપોર્ટમાં પણ એફબીઆઈએ કહ્યુ હતુ કે કોરોનાની ઉત્પત્તિ વુહાન લેબમાં થઈ હતી. જોકે આ પહેલીવાર છે જ્યારે એફબીઆઈએ જણાવ્યુ છે કે કોરોના કેવી રીતે ફેલાયો. જો કે, એફબીઆઈ ડાયરેક્ટરના દાવા પછી, યુએસમાં ચીનના રાજદૂતે વાંધો ઉઠાવ્યો હતો અને તેમને 'વધુ પ્રમાણિક' બનવા માટે હાકલ કરી હતી.
વુહાન લેબમાં દૂર્ઘટનાનુ પરિણામ છે કોરોના
આ પહેલા સોમવારે યુએસ એનર્જી ડિપાર્ટમેન્ટે કોરોના વાયરસ સંબંધિત અંતિમ રિપોર્ટ રજૂ કર્યો હતો. ઉર્જા વિભાગે અગાઉ કહ્યુ હતુ કે વાયરસનુ મૂળ જાણી શકાયુ નથી પરંતુ હવે તેમનુ માનવુ છે કે વાયરસ વુહાન લેબમાંથી લીક થયો હોવાની સંભાવના છે. આ રિપોર્ટ બાદ ચીને અમેરિકા પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી વ્હાઇટ હાઉસે પોતાની વાતથી પીછેહટ કરી. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યુ કે યુએસ સરકાર રોગચાળાની ઉત્પત્તિ અંગે કોઈ ચોક્કસ નિષ્કર્ષ અને સર્વસંમતિ પર પહોંચી નથી.
ચીને ઝાટક્યુ તો અમેરિકાએ મારી પલટી
કિર્બીએ સોમવારે વ્હાઇટ હાઉસની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ હતુ કે ગુપ્તચર સમુદાય અને સરકાર જવાબ શોધવા માટે કામ કરી રહી છે. હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી તેથી મારા માટે આ વિશે કહેવુ મુશ્કેલ છે. મને નથી લાગતુ કે મારે આ વિશે કંઈ કહેવુ જોઈએ. ઉર્જા વિભાગના અધિકારીઓનુ કહેવુ છે કે તેમની પાસે યુએસ બાયોલૉજી લેબમાંથી ગુપ્ત માહિતી છે અને આ ઇનપુટના આધારે, અંતિમ અહેવાલ સબમિટ કરવામાં આવ્યો છે. કેટલાક અધિકારીઓ એવુ પણ માને છે કે આ રિપોર્ટ ઘણો નબળો છે. આ નિષ્કર્ષ કોઈ મજબૂત પાયા પર બનાવવામાં આવ્યો નથી. વાયરસની ઉત્પત્તિ વિશે ઘણી યુએસ એજન્સીઓમાં હજુ પણ મતભેદો છે.












Click it and Unblock the Notifications
