For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનના શાંઘાઈમાં કોરોનાથી ત્રાહિમામ, રેકૉર્ડ કેસોએ વધારી ચિંતા

ચીનના શાંઘાઈમાં કડક લૉકડાઉન હોવા છતાં લાખોની સંખ્યામાં કેસો આવતાં સમગ્ર દુનિયામાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

Coronacirus in China: ચીનમાં વધી રહેલા રેકૉર્ડ કોરોના કેસોએ દુનિયાભરની ચિંતા વધારી દીધી છે. અનુમાન છે કે અહીં કોરોનાના રોજ લાખો કેસ આવી રહ્યા છે. લગભગ રોજના દોઢ લાખ લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને 1500-2000 લોકોના મોત થઈ રહ્યા છે. આ આંકડો કોઈ પણ દેશ કરતા ઘણો વધુ છે. અનુમાન મુજબ ચીનમાં આવતા ત્રણ મહિનામાં કોરોના સંક્રમણથી મરનારની સંખ્યા 10 લાખ થઈ શકે છે.

coronavirus

ચીનના શાંઘાઈ શહેરમાં કોરોનાના કેસોમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. જાપાની કાઉંસલેટે કહ્યુ કે જાપાની કર્મચારીઓ અને બિઝનેસમાં કોરોના વધી રહ્યો છે. શાંઘાઈમાં હાલમાં કડક લૉકડાઉન લાગેલુ છે તેમછતાં અહીં કોરોના કેસોમાં ખતરનાક વધારો જોવા મળી રહ્યો છે. હૉસ્પિટલો ઉભરાઈ રહી છે, લોકોને દવાઓ નથી મળી રહી, કર્મચારીઓ બિમાર થવાના કારણે વેપાર બંધ થઈ રહ્યા છે. મોટાભાગની સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ પર રોક લગાવી દેવામાં આવી છે.

હકીકતમાં જ્યારથી સરકારે લૉકડાઉનમાં રાહત આપી છે ત્યારથી સમગ્ર ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સરકારે 7મી ડિસેમ્બરથી કોરોના લૉકડાઉનમાં રાહત આપી છે. આ દરમિયાન ચીની મીડિયાના અહેવાલ મુજબ સિવિલ સેવકોમાં પણ કોરોના વધી રહ્યો છે, ઘણા પ્રાંતોમાં સિવિલ સર્વન્ટ્સ સંક્રમિત થયા છે, જેમાં હેનાન અને શેનડોંગ મહત્વપૂર્ણ છે. સ્થાનિક પ્રશાસને તેમની ઑફિસો બંધ કરી દીધી છે અને લોકોને ઑનલાઈન સેવાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી રહી છે. લોકો શી જિનપિંગના રાજીનામાની માંગ કરી રહ્યા છે જેઓ કોરોના રોગચાળાને સંભાળવામાં નિષ્ફળ રહ્યા છે.

English summary
Corona outbreak in China's Shanghai, record cases increase tension
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X