Corona Virus: ડેલ્ટા વેરિયન્ટ કરતા પણ જીવલેણ વેરિયન્ટ આવી શકે છે-WHO
અમેરિકા, ચીન સહિત ખાડી દેશોમાં કોરોના વાયરસ ફરીથી બેકાબૂ બની રહ્યો છે અને ફરીથી પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. અમેરિકા અને ઇઝરાયેલ જેવા દેશોમાં પણ માસ્ક પહેરવા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો, પરંતુ કોરોના વાયરસ બેકાબૂ બન્યા બાદ ફરી એક વખત આ દેશોમાં પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. જ્યારે યુએસ અને ઇઝરાયલમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, ચીનના ઘણા ભાગોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ બધા વચ્ચે ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે આપણે કોઈપણ કિંમતે કોરોનાના કેસને દબાવવા પડશે, નહીં તો આખી દુનિયામાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ જશે.

પરિસ્થિતિ વણસી શકે છે
ડબ્લ્યુએચઓએ શુક્રવારે કહ્યું કે કોવિડ-19 નું ડેલ્ટા વેરિન્ટ વિશ્વને ચેતવણી છે કે વાયરસ ફરીથી બેકાબૂ થાય તે પહેલા તેને દબાવી દેવામાં આવે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે, ડેલ્ટા વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યું છે, તેના પર રસી વધારે અસરકારક નથી અને હવે ડેલ્ટા વેરિયન્ટ વિશ્વના 132 દેશોમાં ફેલાયો છે, ડેલ્ટા વેરિયન્ટને કોઈપણ કિંમતે ફેલાતા અટકાવવું પડશે, નહીં તોપરિસ્થિતિ વધુ ખરાબ થશે. WHO ના ઈમરજન્સી ડિરેક્ટર માઈકલ રયાને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "કોરોના વાયરસનું ડેલ્ટા વેરિયન્ટ એક ચેતવણી છે અને કોઈપણ કિંમતે મજબૂત પગલાં લેવાનો સમય આવી ગયો છે. આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તે તેમાં ફેરફાર કરી રહ્યો છે, તેથી તે વધારે ખતરનાક બને તે પહેલા તેને કોઈપણ કિંમતે રોકવો પડશે.

કોરોનાના આ ચાર વેરિયન્ટ સૌથી ખતરનાક
ડબ્લ્યુએચઓનાં વડા ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસસ જણાવ્યું હતું કે, "કોરોના વાયરસના અત્યાર સુધી ચાર ખતરનાક વેરિયન્ટ સામે આવ્યા છે અને આ ચાર વેરિયન્ટ ફેલાતા નવો વેરિયન્ટ પણ સામે આવી શકે છે. ટેડ્રોસે કહ્યું કે ડબ્લ્યુએચઓના છમાંથી પાંચ ક્ષેત્રોમાં, છેલ્લા ચાર સપ્તાહમાં સરેરાશ 80 ટકા સંક્રમણ વધ્યુ છે. તમને જણાલી દઈએ કે ડેલ્ટા વેરિએન્ટે ઘણા દેશોને ખરાબ રીતે હચમચાવી દીધા છે, જેમાં ભારત, ઈન્ડોનેશિયા, નેપાળ અને બ્રાઝીલ મુખ્ય છે. બીજી તરફ આ સમયે, ડેલ્ટા વેરિઅન્ટ યુએસ અને યુકેમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને જે નવા કેસ આવી રહ્યા છે તે તમામ ડેલ્ટા વેરિએન્ટના છે. WHO ના ઈમરજન્સી ડિરેક્ટર માઈકલ રયાને કહ્યું કે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે, કડક પગલાં ખૂબ જ ઝડપથી લેવાની જરૂર છે અને લોકોએ સતત માસ્ક પહેરવા, હાથ ધોવા, ભીડ ટાળવા અને ખુલ્લા સ્થળોએ રહેવું પડશે. તે જ સમયે, WHO એ કહ્યું કે લોકોએ લાંબા સમય સુધી ઘરમાં રહેવાનું પણ ટાળવું જોઈએ.

ઝડપથી રસીકરણ જરૂરી
ડબ્લ્યુએચઓ ચીફે કહ્યું કે "રસીકરણની ગતિ ખૂબ જ ઝડપી કરવી પડશે અને લોકોને વહેલી તકે રસી લેવી જોઈએ, કારણ કે અત્યાર સુધી રસી એ ડેલ્ટા વેરિઅન્ટને ટાળવાનો એકમાત્ર રસ્તો છે". WHO એ કહ્યું કે "કોરોના વાયરસ ખૂબ જ ચાલાક અને ઝડપી બની ગયો છે." જો કે અમારો ગેમ પ્લાન હજુ પણ કાર્યરત છે, પરંતુ અમારે અમારી યોજનાને ખૂબ જ કડક અને અસરકારક રીતે અમલમાં મૂકવી પડશે, એટલી ઝડપી કે જેટલી પહેલા ક્યારેય નહોતી.

દરેક દેશમાં રસી પહોંચે તે જરૂરી
વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે, વિશ્વમાં હજુ પણ અસામાન્ય રીતે રસીકરણ ચાલી રહ્યું છે અને ગરીબ દેશોમાં રસીની ઉપલબ્ધતા નથી, તેથી જો કોરોના વાયરસના નવા પ્રકારોને જન્મતા અટકાવવા હોય તો દરેક દેશમાં રસીઓ પહોંચાડવી પડશે. જો આમ કરવામાં ન આવે તો તે નૈતિક આક્રોશને પણ જન્મ આપે છે. તમને જણાવી દઈએ કે એસોસિયેટ પ્રેસના રિપોર્ટ અનુસાર અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની રસીના ચાર અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. પરંતુ, સમસ્યા એ છે કે જે દેશોમાં પૈસા છે, તે દેશોમાં 100 લોકોમાંથી 98 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 29 સૌથી ઓછી આવક ધરાવતા દેશોમાં 100 માંથી 1.6 લોકોને જ રસી આપવામાં આવી છે.