For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: સ્પેનની હાલત ભયંકર, એક જ દિવસમાં 473 લોકોના મોત

Coronavirus: સ્પેનની હાલત ભયંકર, એક જ દિવસમાં 473 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસે વિશ્વ આખાને પોતાના ભરડામાં લઈ લીધું છે. તેમાં પણ સ્પેનની હાલત અતિશય દનયનીય બની છે. સ્પેનમાં અત્યાર સુધીમાં કુલ 94,417 લોકોમાં કોરોના પોઝિટિવ જણાયો. એટલું જ નહિ, આજે સ્પેનમાં અધધધ 6461થી પણ વધુ નવા કેસ નોંધાયા છે. જો મૃત્યુદરની વાત કરીએ તો સ્પેનમાં અત્યાર સુધીમાં કુલ 8189 લોકોના મોત થયાં છે. માત્ર આજે એક જ દિવસમાં સ્પેનમાં 473થી વધુ લોકોના મોત નિપજ્યાં છે.

Coronavirus

એક જ દિવસમાં કોરોના વાયરસના કારણે સૌથી વધુ મોતના મામલે સ્પેન સૌથી આગળ છે. અમેરિકા, ઈરાન સહિતના દેશોની હાલત ગંભીર છે પણ મૃત્યુ મામલે સ્પેનની હાલત સૌથી વધુ ખરાબ છે. સ્પેનમાં અત્યાર સુધીમાં કુલ 19259 લોકો રિકવર થયા છે ત્યારે કુલ એક્ટિવ કેસ 66969 છે. તેમાં પણ 5607 દર્દીની હાલત અતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે માત્ર છેલ્લી ચોવિસ કલાકમાં વિશ્વભરમાં કુલ 15008 નવા નમૂના પોઝિટિવ નોંધાયા છે અને 938થી વધુ લોકોના મોત થયાં છે. વિશ્વભરમાં કોરોના પોઝિટિવના કુલ મામલા 7,99,729 થઈ ગયા છે જ્યારે કુલ મૃતકાંક 38721થી પણ વધઈ ગયો છે. હજી પણ વિશ્વભરમાં 30281 કેસ અતિ ગંભીર છે.

Coronavirus: દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 979 થઈ, 25 લોકોના મોતCoronavirus: દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 979 થઈ, 25 લોકોના મોત

English summary
coronavirus: 473 people died in single day in spain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X