For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુરોપમાં કોવિડ મૃત્યુદર 10% વધ્યો, નેધરલેન્ડમાં લાગ્યું લૉકડાઉન

યુરોપમાં કોવિડ મૃત્યુદર 10% વધ્યો, નેધરલેન્ડમાં લાગ્યું લૉકડાઉન

|
Google Oneindia Gujarati News

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ બુધવારે પોતાના નિવેદનમાં જણાવ્યું કે યુરોપમાં પાછલા એક અઠવાડિયામાં કોવિડ 19થી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં 10% વધારો નોંધાયો છે, વિશ્વના અન્ય તમામ દેશોમાં કોરોનાવાયરસ કાબૂમાં આવી ગયો છે જ્યારે યુરોપ એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં કોરોનાએ હજી પણ ચિંતા વધારી છે. યુરોપમાં સતત છ અઠવાડિયાથી કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે.

covid 19

UN હેલ્થ એજન્સીએ પોતાના વિકલી રિપોર્ટમાં જણાવ્યું કે, વિશ્વભરમાં 3.1 મિલિયન નવા કેસ નોંધાયા, જે ગયા અઠવાડિયા કરતા 1 ટકા વધુ છે. માત્ર એકલા યુરોપમાં જ 1.9 મિલિયન કેસ મળી આવ્યા છે અને તેમાં ગયા અઠવાડિયા કરતાં 7 ટકાનો વધારો નોંધાયો છે.

યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, રશિયા, બ્રિટન, તુર્કી અને જર્મનીમાંથી કોરોના વાયરસના સૌથી વધુ કેસ મળી આવ્યા છે. યુરોપ સિવાય આખા વિશ્વમાં કોવિડ 19થી થતા મૃત્યુમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે.

વધુમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નોંધ્યુ કે અમેરિકામાં કોરોનાવાયરસના વિકલી કેસમાં 5 ટકાનો ઘટાડો આવ્યો છે અને મૃત્યુદર 14 ટકા ઘટ્યો છે.

મંગળવારે ફાર્માસ્યૂટિકલ કંપની Pfizer એ યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને એડલ્ટ્સમાં કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ અધિકૃત કરવાની માંગ કરી છે. WHO એ દેશોને ઓછામાં ઓછા વર્ષના અંત સુધી વધુ બૂસ્ટરનું સંચાલન ન કરવા વિનંતી કરી છે; લગભગ 60 દેશો સક્રિયપણે બૂસ્ટરડોઝ આપી રહ્યા છે.

WHOના યુરોપ રિઝનના ડાયરેક્ટર ડૉ હંસ ક્લુગેએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, "યુરોપમાં ફરીથી કોરોના મહામારીનો પ્રકોપ ચાલુ થઈ ગયો છે." તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે જો કોવિડ 19ને અટકાવવા માટેના યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો યુરોપમાં ફેબ્રુઆરી મહિના સુધીમાં વધુ 5 લાખ જેટલાં મૃત્યુ નોંધાઈ શકે છે.

ડચ બ્રોડકાસ્ટર NOS એ શુક્રવારે જણાવ્યું હતું કે, COVID-19 કેસોમાં વધારાને રોકવા માટે નેધરલેન્ડ્સ આ સપ્તાહના ઉનાળા પછી પશ્ચિમ યુરોપનું પ્રથમ આંશિક લોકડાઉન લાદશે. સરકારી સૂત્રોનો હવાલો આપતાં NOSએ જણાવ્યું કે બાર્સ, રેસ્ટોરાં અને જીવન જરૂરી ના હોય તેવી વસ્તુઓની દુકાનોને આગામી ત્રણ અઠવાડિયા સુધી સાંજે 7 વાગ્યે બંધ કરી દેવાના આદેશ આપી દેવામાં આવશે.

કોરોનાવાયરસને અટકાવવા માટે સરકારોએ અથાગ પ્રયત્નો કર્યા છે પરંતુ હજી સુધી કોઈ તોડ મળી શક્યો નથી.

English summary
Coronavirus back in Europe, Netherlands to impose partial lockdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X