For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ચીનમાં કોરોના વાયરસના કારણે 170 લોકોના મોત, 7700થી વધુ લોકોમાં સંક્રમણ

ચીનમાં ખતરનાક કોરાના વાયરસના કારણે મૃતકોનો આંકડો 170 સુધી પહોંચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

ચીનમાં ખતરનાક કોરાના વાયરસના કારણે મૃતકોનો આંકડો 170 સુધી પહોંચી ગયો છે. ગુરુવારે ચીનના આરોગ્ય અધિકારીઓ તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યુ છે કે આ બિમારીથી અત્યાર સુધી 7700થી વધુ લોકો સંક્રમિત જોવા મળ્યા છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના અંગત ટેડરૉસ એડહૈનામો ગેબ્રેઈસેસે કહ્યુ છે કે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.

Coronavirus

16 દેશો સુધી ફેલાયો કોરોના વાયરસ

ચીનના નેશનલ હેલ્થ કમિશન (એનએચસી) તરફથી જણાવવામાં આવ્યુ છે કે 1370 લોકોની હાલત નાજુક છે. 12,167 લોકોમા આ વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. બેઈજિંગમાં અત્યાર સુધી 111 લોકોમાં વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે. વળી, શંઘાઈમાં પણ 100થી વધુ લોકોમાં ઈનફેક્શન જોવા મળ્યુ છે. હુબેઈ પ્રાંતમાં એકલા મૃતકોનો આંકડો 160 પાર થઈ ગયો છે અને વુહાન જે આ વાયરસનુ કેન્દ્ર છે, ત્યાં વાયરસ અત્યાર સુધી દુનિયાના 16 દેશોમાં પોતાની દસ્તક આપી ચૂક્યુ છે. સ્થિતિ વિશે જેનેવા સ્થિત ઈન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સ ઈમરજન્સી કમિટીને ફરીથી આ વિશે માહિતી આપવામાં આવી છે.

કમિટીને સલાહ આપવામાં આવી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આને હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરે. સંગઠન તરફથી કહેવામાં આવ્યુ છે કે તે આ વાત પર પણ બારીકાઈથી નજર રાખી રહ્યા છે કે છેવટે ચીન આ સમસ્યાથી નિપટવા માટે શું કરી રહ્યા છે. ભલે જ ચીનની બહાર આનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ઓછી હોય પરંતુ આ મોટાપાયે ફેલાઈને રોગચાળાનુ રૂપ ધારણ કરી શકે છે.

આ પણ વાંચોઃ સંજય રાઉત બાદ એનસીપી નેતાએ આપ્યુ ઈન્દિરા ગાંધી પર એવુ નિવેદન, વધી શકે છે કોંગ્રેસનો પારોઆ પણ વાંચોઃ સંજય રાઉત બાદ એનસીપી નેતાએ આપ્યુ ઈન્દિરા ગાંધી પર એવુ નિવેદન, વધી શકે છે કોંગ્રેસનો પારો

English summary
Coronavirus: Death toll surges to 170 more than 7700 infected in China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X