Coronavirus: ફ્રાંસમાં લૉકડાઉનનું એલાન, આગલા 15 દિવસ સુધી ઘરથી બહાર ના નીકળવાની સલાહ
નવી દિલ્હીઃ ફ્રાંસમાં કોરોનાવાઈરસના મામલા સતત વધી રહ્યા છે. આંકડાઓ મુજબ દરેક ત્રીજા દિવસે ફ્રાંસમાં કોરોનાવાઈરસથી પીડિત લોકોની સંખ્યા બેગણી થતી જઈ રહી છે. રવિવાર સુધી ફ્રાંસમાં કોરોનાવાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 5000ને પાર પહોંચી ગઈ, જ્યારે આ વાઈરસને કારણે 127 લોકોના મોત થઈ ચૂક્યાં છે.
વાઈરસને ફેલાતો અટકાવવા માટે ફ્રાંસમાં પહેલેથી જ એવા બિઝનેસને બંધ કરી દેવામાં આવ્યા છે જે અનિવાર્ય શ્રેણીના હોય છે. રેસ્ટોરાં, બાર, સિનેમાઘર બંધ કરી દેવામાં આવ્યા છે. હવે ફ્રાંસની સરકારે લોકોને અપીલ કરી છે કે જો જરૂર ના હોય તો તમારા ઘરેથી બહાર ના નિકળો. કોરોનાવાઈરસના સંક્રમણથી નિપટવા માટે ફ્રાંસના પ્રેસિડેન્ટ ઈમ્મૈનુએલ મૈંક્રોએ લૉકડાઉનની ઘોષણા કરી છે. મંગળવારે 11 વાગ્યાથી આગલા 15 દિવસ સુધી લોકોને ઘરથી બહાર ના નીકળવાની સલાહ આપવામાં આવી છે.
જ્યારે ફ્રાંસમા તમામ બિન જરૂરી સાર્વજનિક જગ્યાઓ શનિવારની મધ્યરાત્રીથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફ્રાંસના પ્રધાનમંત્રીએ નિર્દેશ જાહેર કરી આગલા આદેશ સુધી તમામ રેસ્ટોરાં, કેફે, સિનેમાઘર અને ડિસ્કો બાર સહિત તમામ બિન જરૂરી બિઝનેસ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. લોકોને એક શહેરથી બીજા શહેર ના જવા કહેવાયું છે. જ્યારે ફ્રાંસના ગૃહમંત્રી ક્રિસ્ટોફ કૈસ્ટનરે કહ્યું કે કોરોનાવાઈરસને ફેલવાથઈ રોકવાના ઉદ્દેશ્ય સાથે લોકોના અવરજવર પર પ્રતિબંધ સુનિશ્ચિત કરવા માટે એક લાખ પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવશે. નિયમ તોડનારે દંડ ભરવો પડશે. લોકોને ઘરથી બહાર નિકળવા પર કારણ જણાવવું પડશે. અગાઉ જ ફ્રાંસના પ્રેસિડેન્ટ ઈમૈન્યુઅલ મૈક્રોંએ કહ્યું હતું કે બહુ જરૂરી ના હોય તો મંગળવારથી જ લોકોએ ઘર પર જ રહેવું જોઈએ.
કોરોનાવાઈરસથી લડવા ઓરિસ્સા સજ્જ, કરી આવી તૈયારીઓ