For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં કોરોનાનો તાંડવ, 24 કલાકમાં 960 લોકોના મોત

અમેરિકામાં કોરોનાનો તાંડવ, 24 કલાકમાં 960 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં કોરોના વાયરસનો તાંડવ સતત ચાલુ છે, કોવિડ 19ના કારણે અમેરિકામાં ગત 24 કલાકમાં 960 લોકોના મોત થયાં છે, આની સાથે જ અમેરિકામાં કોરોનાથી મરનારની સંખ્યા 1,03,748 થઈ ગઈ છે. જ્યારે કુલ પીડિતોની સંખ્યા 17,45,606 છે, જો કે માનવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં હવે વાયરસની ગતિ ધીમી પડી છે, અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધુ 3,77,714 કેસ સામે આવ્યા છે, માત્ર ન્યૂયોર્કમાં જ 29751 લોકોના મોત થયાં છે, જે બાદ ન્યૂ જર્સીમાં 160391 કોરોના દર્દીમાંથી 11536 લોકોના મોત થયાં છે. આ ઉપરાંત મેસાચુસેટ્સ, ઈલિનૉયસ પણ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

coronavirus

જ્યારે વર્લ્ડોમીટર મુજબ આખી દુનિયામાં આ વાયરસથી મરનારની સંખ્યા તરણ લાખ 68 હજારથી વધી ગઈ છે. સક્રમિતની સંખ્યા ણ વધઈને 60 લાખ 99 હજારને વટાવી ચૂકી છે, જ્યારે 27 લાખથી વધુ લોકોએ કોરોનાને માત આપી છે.

નેશનલ ઈમરજન્સીની ઘોષણા

મોત અને પોઝિટવ કેસને જોતા અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય ઈમરજન્સીની ઘોષણા કરી. અમેરિકાના તમામ 50 રાજ્યોમાં ડિઝાસ્ટરની ઘોષણા કરી દેવામાં આવી છે. દેશની 33 કરોડ વસ્તીમાંથી 95 ટકાથી વધુને ઘરોમાં રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ટ્રમ્પે કોવિડ19થી નપટવા માટે સશસ્ત્ર બળોના 50,000થી વધુ કર્મચારીઓને તહેનાત કર્યા છે.

અમેરિકાએ WHO સાથેનો સંબંધ તોડ્યો

શુક્રવારે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે અમેરિકાના બધા જ સંબંધ ખતમ કરી દીધા છે. તેમણે કહ્યું કે ડબલ્યૂએચઓ કોરોના વાયરસનો આરંભિક સ્તરે રોકવામાં નિષ્ફળ સાબિત થયું છે. સંયુક્ત રાષ્ટ્ર એજન્સી પર વૈશ્વિક મહામારીનું કેન્દ્ર રહેલ ચીનની કઠપુતલી હોવાનો આરોપ લગાવતા ટ્રમ્પે તેનું ફંડિંગ પણ રોકી દીધું છે.

SpaceX- NASAનું હ્યૂમન સ્પેસ મિશન લૉન્ચ અમેરકાએ ઈતહાસ રચ્યોSpaceX- NASAનું હ્યૂમન સ્પેસ મિશન લૉન્ચ અમેરકાએ ઈતહાસ રચ્યો

English summary
Coronavirus in America, 960 people died in single day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X