For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus Vaccine: આ દેશના નાગરિકોને મફતમાં મળશે કોરોનાની રસી

Coronavirus Vaccine: આ દેશના નાગરિકોને મફતમાં મળશે કોરોનાની રસી

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ કોરોના વાયરસે આખા વિશ્વ માટે મુસિબત ઉભી કરી દીધી છે. દુનિયાભરમાં 2 કરોડ 97 લાખ 18 હજાર 142 લોકો કોરોનાના લપેટામાં આવી ગયા છે. અત્યાર સુધી 9.39 લાખ લોકોના કોરોના વાયરસને કારણે મોત થઈ ચૂક્યાં છે. અમેરિકામાં કોરોનાના દર્દીની સંખ્યા વધીને 67 લાખ 88 હાર 147 થઈ ગઈ છે, જ્યારે ત્યાં 2 લાખ 197થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ દરમ્યાન કોરોના વેક્સીનને લઈ આવેલા સમાચારોએ થોડી રાહત આપી છે. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને કોવિડ 19 વેક્સિનને લઈ મોટું એલાન કર્યું છે.

ટ્રમ્પ પ્રશાસનનું એલાન

ટ્રમ્પ પ્રશાસનનું એલાન

ટ્રમ્પ પ્રશાસને પોતાના લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine) મફતમાં આપવાની યોજના તૈયાર કરી છે. ટ્રમ્પ પ્રશાસને બુધવારે આ વિશે જાણકારી આપતા કહ્યું કે ટ્રમ્પ સરકાર આ યોજના પર કા મકરી રહી છે, જે અંતર્ગત અમેરિકાના તમામ નાગરિકોને મફતમાં રસી મળશે.

ફ્રીમાં મળશે કોરોના વેક્સીન

ફ્રીમાં મળશે કોરોના વેક્સીન

ટ્રમ્પ પ્રશાસને પોતાની યોજના વિશે જણાવતા કહ્યું કે અમેરિકી નાગરિકોને આગામી સમયમાં કોરોના વાયરસની વેક્સીન મફતમાં આપવામાં આવશે. ટ્રમ્પ પ્રશાસન તરફથી ફ્રી કોરોના વેક્સીનને લઈ એક વ્યાપક યોજનાનો રેડમેપ શેર કર્યો છે. અમેરિકી સરકારે કહ્યું કે કોરોના વેક્સીનની સુરક્ષાને લઈ કોઈ સમજૂતી નહિ કરાય. લોકો માટે આ વેક્સીન સંપૂર્ણપણે ફ્રી હશે. આના માટે અમેરિકી સરકાર ફંડ એકત્રિત કરશે.

6 વેક્સીન પર ચાલી રહ્યું છે કામ

6 વેક્સીન પર ચાલી રહ્યું છે કામ

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં 6 કોરોના વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. સરકારે આ વેક્સીન માટે 10 બિલિયન ડૉલરથી વધુની રકમ લગાવી છે. વેક્સીન ડોઝ માટે સરકાર પૈસા ચૂકવશે. સૌથી ખાસ વાત એ છે કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા શેર કરવામાં આવેલી યોજનામાં કોરોના વેક્સીનનું વિતરણ જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ થવાની વાત કહેવામાં આવી છે.

કોરોના વાયરસના કેસ 51 લાખને પાર, 97894 નવા કેસ સામે આવ્યાકોરોના વાયરસના કેસ 51 લાખને પાર, 97894 નવા કેસ સામે આવ્યા

English summary
Coronavirus Vaccine: US citizens will get the coronavirus vaccine for free
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X