અમેરિકામાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 1435 લોકોના મોત
અમેરિકામાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 1435 લોકોના મોત
વૉશિંગ્ટનઃ અમેરિકામાં સતત કોરોનાનો તાંડવ યથાવત છે, સરકારની તમામ કોશિશો બાદ પણ કોરોના વાયરસતી જીવ ગુમાવનારાઓનો આંકડો વધતો જઈ રહ્યો છે. અમેરિકામાં પાછલા 24 કલાક દરમિયાન 1400થી વધુ લોકોના મોત થયાં છે, જે બાદ મરનારાઓની કુલ સંખ્યા 66 હજારનો આંકડો પાર કરી ગઈ છે.

અમેરિકામાં જેવી રીતે દરરોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે, તેણે ટ્રમ્પ સરકારની મુશ્કેલી વધારી દીધી છે, દેશમાં કોવિડ 19થી મરનારાઓનો આંકડો રવિવારે સવારે સાત વાગ્યા સુધી 66368 પહોંચી ગોય છે, જ્યારે મહામારીથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 11 લાખ 32 હજાર 512 થઈ ગઈ છે.
ટ્રમ્પનો ચીન પર હુમલો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને લઈ ફરી એકવાર ચીન પર તીખખો હુમલો બોલી દીધો છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે આ વાતના સબૂત જોયા છે જે સ્પષ્ટ કરે છે કે કોરોના વાયરસ ચીનના વુહાન લેબથી જ ફેલાયો છે. તેમણે ચીનને ધમકી આપતા કહ્યું કે તેઓ કોરોના વાયરસ સંકટને પગલે નવા ટેરિફ લગાવશે, ટ્રમ્પથી જ્યારે રિપોર્ટર્સે પૂછ્યું કે તમે કેવી રીતે આટલા ભરોસા સાથે કહી શકો કે ચીનની વુહાન લેબથી જ કોરોના ફેલાયો, શું તમે એના સબૂત જોયાં છે? જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે હા મેં જોયાં છે.
ભારતની સ્થિતિ
ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. દેશમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 2293 નવા મામલા સામે આવ્યા છે અને 71 મોત થયા છે. આ એક દિવસમાં સામે આવેલ મામલામાં સૌથી વધુ છે. લૉકડાઉન અને આટલી બધી તકેદારી રાખી હોવા છતાં આટલા કેસ વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતમાં કોવિડ 19 પોઝિટિવ મામલાની કુલ સંખ્યા 37ને પાર પહોંચી ગઈ છે જ્યારે 1218ના મોત થયાં છે.












Click it and Unblock the Notifications
