For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુઓના હત્યારા મૌલવીને કોર્ટની સજા-એ-મોત

|
Google Oneindia Gujarati News

abul kalam azad
ઢાકા, 22 જાન્યુઆરી: બાંગ્લાદેશની એક વિશેષ કોર્ટે 1971માં મુક્તિ સંગ્રામ દરમિયાન 6 હિન્દુઓની હત્યા, અને ઘણી મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યાના આરોપી ભાગેડુ મૌલવીને મોતની સજા ફટકારી છે. કટ્ટરપંથી જમાત-એ-ઇસ્લામી પાર્ટીના પૂર્વ સભ્ય અબુલ કલામ આઝાદની પાકિસ્તાનમાં હોવાની આશંકા છે.

ત્રણ સભ્યોવાળી આંતરરાષ્ટ્રીય ક્રાઇમ ટ્રિબ્યુનલ-2ના અધ્યક્ષ ન્યાયાધીશ ઓબેદુલ હસને ખાનગી ટેલિવિઝન ચેનલના ઇસ્લામિક કાર્યક્રમના સૂત્રધાર 63 વર્ષીય આઝાદ ઉર્ફ બચ્ચૂ રજાકરને તેની ગેરહાજરીમાં ફાંસીની સજા ફટકારાઇ છે. 1971માં ભારત સમર્થિત બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં તેણે પાકિસ્તાની સેનાનું સમર્થન કર્યું હતું. માનવતાની સામે અપરાધનો આરોપ લાગ્યા બાદ તે ગયા વર્ષે એપ્રિલમાં દેશમાંથી ભાગી ગયો હતો.

અદાલતે જણાવ્યું કે આઝાદની સામે હત્યા, સામૂહિક નરસંહાર, અપહરણ, દુષ્કર્મના આઠમાંથી સાત આરોપ સાબિત થઇ ગયા છે. સાક્ષીઓની જુબાનીથી સાબિત થઇ ગયુ છે કે આરોપી 1971માં પાકિસ્તાની સૈનિકોની મદદ માટે બનેલી રજાકર ફોર્સનો સશસ્ત્ર સભ્ય હતો. રજાકર, પાકિસ્તાની સેનાની સહાયક ગ્રુપ હતું જેમાં બાંગ્લા ભાષી પણ સામેલ હતા. આ પહેલા ફરિયાદીઓએ જણાવ્યું હતું કે આઝાદે પોતે છ હિન્દુઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સુનવણી દરમિયાન આ આરોપ સાબિત થઇ ગયો.

વકીલોએ આ અંગે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રાઇમ ટ્રિબ્યુનલ એક્ટ અંતર્ગત આઝાદ પાસે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયને પડકારવાની તક છે જો તે 30 દિવસની અંદર આત્મસમર્પણ કરી દે તો.

જોકે કોર્ટે આઝાદને હાજરી આપવા માટે એક અખબારમાં જાહેરાત આપી હતી. બાદમાં તેની ગેરહાજરીમાં ટ્રિબ્યુનલે કેસને રોકવાનો નિર્ણય કર્યો હતો. જોકે કોર્ટે આઝાદના બચાવમાં સુપ્રીમ કોર્ટના વકીલ અબ્દૂસ સુકુર ખાનની વરણી કરી હતી. એક માસના સમયગાળામાં કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી અને પૂરાવાના આધારે તેને સજા એ મોત સંભળાવી છે.

English summary
Maulana Abul Kalam Azad sentenced to death for Bangladesh's 1971 war crimes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X