For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં કોરોના વાયરસથી 300ના મોત, 14000 લોકો બન્યા શિકાર

ચીનમાં કોરોના વાયરસથી 300ના મોત, 14000 લોકો બન્યા શિકાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચીનમાં જીવલેણ કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 300ના આંકડાને પણ પાર કરી ચૂકી છે. જાણકારી મુજબ કોરોના વાયરસથી અત્યાર સુધી 304 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ વાયરસની લપેટમાં આવવાથી અન્ય 45 લોકોના શનિવારે મૃત્યુ થયું છે. જ્યારે અત્યાર સુધીમાં 14000 લોકો કોરોના વાયરસની લપેટમાં આવી ગયા છે, જેમનો હાલ ઈલાજ ચાલી હ્યો છે. ચીનમાં કોરોના વાયરસના ખતરાને જોતા તમામ દેશ અહીંથી પોતાના નાગરિકોને બહાર કાઢવામાં લાગી ગયા છે.

ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં પ્રતિબંધ લાગ્યો

ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં પ્રતિબંધ લાગ્યો

જ્યારે કોરોના વાયરસના ખતરાને જોતા અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ અસ્થાયી રૂપે એવા નાગરિકોને પોતાના દેશમાં આવવાથી પ્રતિબંધ લગાવી દીધો છે, જેમણે હાલમાં જ ચીનની યાત્રા કરી હોય અને જેઓ તેમના દેશના નાગરિક નથી. આ ઉપરાત જાપાને પણ એવા વિદેશિઓ પર પોતાના દેશમાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે જેમણે ચીનના એ વુહાન શહેરનો પ્રવાસ કર્યો હોય. અમેરિકાએ આ પાબંદી શુક્રવારે લગાવવામાં આવી છે. જો કે આ પાબંદીથી અમેરિકી નાગરિકો અને સ્થાનિક નિવાસીઓને છૂટ આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મૉરિસને શનિવારે આ પ્રતિબંધનું એલાન કર્યું સાથે જ કહ્યું કે ઓસ્ટ્રેલિયાના નાગરિકો, અહીં રહેનારા, તેમના પર આશ્રિત અને તેમના કાનૂની અભિભાવક તથા સંબંધીઓ પર આ પ્રતિબંધ લાગૂ નહિ થાય.

10 હજાર ફ્લાઈટ્સ રદ્દ

10 હજાર ફ્લાઈટ્સ રદ્દ

અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે પાછલા 14 દિવસમાં ચીનન વુહાન શહેરનો પ્રવાસ ખેડ્યો હોય તેવા કોઈપણ અમેરિકન નાગરિકોને દેખરેખ હેઠળ રાખવામાં આવશે અને તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. જણાવી દઈએ કે ચીનના હુબેઈ શહેરના વુહાન કોરોના વાયરસનું મુખ્ય કેન્દ્ર છે. જાણકારી મુજબ કોરોના વાયરસ ફેલાયો છે તે સમયથી ચીન જતી 10 હજાર ફ્લાઈટ્સ રદ્દ કરી દેવામાં આવી છે. વિયતનામે તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ મેનલેન્ડ ચીન, હોંગકોંગ, મકાઉ પર 1 મે સુધી લગાવવામાં આવ્યો છે.

નાગરિકોને કાઢવાનો સિલસિલો યથાવત

નાગરિકોને કાઢવાનો સિલસિલો યથાવત

જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ કહ્યું કે જે લોકોએ પાછલા 14 દિવસમાં દુબઈનો પ્રવાસ ખેડ્યો છે તેમના પર જાપાનમાં આવવાનો પ્રતિબંધ રહેશે. જ્યારે અમેરિકામાં માત્ર કેનેડી, ઓ હારે, શિકાગો અને સેન ફ્રાન્સિસ્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જ ચીનથી આવતા વિમાનોને આવવાની મંજૂરી છે. દુનિયાભરના તમામ દેશ પોતાના નાગરિકોને હુબેઈ શહેરથી બહાર કાઢવામાં લાગ્યા છે. દક્ષિણ કોરિયા, ભારત, બાંગ્લાદેશે પોતાના કેટલાય નાગરિકોને વુહાનથી વિશેષ વિમાનથી બહાર કાઢ્યા છે. જ્યારે ઈન્ડોનેશિયા, ટર્કીએ પણ પોતાના વિમાન અહીં મોકલ્યાં છે.

Budget 2020: બજેટમાં આ વસ્તુઓ થઈ મોંઘી અને આ સસ્તી, જુઓ આખુ લિસ્ટBudget 2020: બજેટમાં આ વસ્તુઓ થઈ મોંઘી અને આ સસ્તી, જુઓ આખુ લિસ્ટ

English summary
Death toll due to Coronavirus crosses 300 more than 14000 affected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X