બેનઝિર ભુટ્ટો હત્યાકાંડમાં પરવેઝ મુશર્રફ ભાગેડુ જાહેર

Written By:
Subscribe to Oneindia News

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝિર ભુટ્ટો હત્યાકાંડમાં ગુરૂવારે આતંકવાદ નિરોધી અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે. ધરપકડ કરવામાં આવેલ તમામ 5 આરોપીઓને ગુરૂવારે છોડી દેવામાં આવ્યા હતા અને પૂર્વ તાનાશાહ પરવેઝ મુશર્રફને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ રાવલપિંડીના પૂર્વ સીપીઓ સઊદ અઝીઝ અને રાવલના પૂર્વ સાંસદ ખુર્રમ શહઝાદને 17 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. બંને અધિકારીઓની અદાલતથી જ ધરપકડ કરવામાં આવી હતી. પ્રોસિક્યૂશન દ્વારા બુધવારે(30 ઓગસ્ટ)ના રોજ અદાલત સમક્ષ પોતાનો પક્ષ મુકવામાં આવ્યો હતો. આતંકવાદ નિરોધી અદાલત(એટીસી), રાવલપિંડીના જજ મોહમ્મદ અસગર ખાને બેનઝિર ભુટ્ટો હત્યાના મામલે પોતાનો ચુકાદો ગુરૂવારે આપ્યો હતો.

benazir bhutto

છેલ્લા 9 વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ના અધ્યક્ષ અને પાકિસ્તાનના બે વાર વડાપ્રધાન રહી ચૂકેલ બેનઝિર ભુટ્ટોની રાવલપિંડીમાં 27 ડિસેમ્બર, 2007ના રોજ એક ચૂંટણી રેલી દરમિયાન હત્યા થઇ હતી. આ એક આત્મઘાતી હુમલો હતો. આ કેસમાં બુધવારની સુનવણીમાં એતજાઝ શાહના વકીલ નસીર તાનોલીએ પોતાની દલીલમાં કહ્યું હતું કે, એફઆઇએની તપાસમાં ઘણી ખામીઓ છે. આ મામલામાં આરોપીને એ પણ પૂછવામાં નથી આવ્યું કે, તેમની ધરપકડ કયા કારણે થઇ છે. આ દલીલ સામે વકીલે તર્ક આપતાં કહ્યું હતું કે, એતજાઝ શાહના આત્મઘાતી હુમલાખોર જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ સેમિનરી પ્રશાસનની એ અંગે પૂછપરછ કરવામાં નહોતી આવી કે, તેઓ ક્યાંથી પ્રશિક્ષણ લઇ રહ્યાં છે.

પાકિસ્તીનની તપાસ એજન્સિ એફઆઇએના વકીલ ચૌધરી અઝહરે પોતાની દલીલમાં કહ્યું હતું કે, હુમલો વાહનની બહાર કરવામાં આવ્યો હતો, અંદર નહીં. તો પછી વાહનોમાં બેઠેલા લોકોની પૂછપરછ કેમ કરવામાં આવી? પોલીસ તરફથી પણ આરોપીઓની ધરપકડની તારીખમાં ભૂલ થઇ છે, જે એફઆઇએમાં નથી.

English summary
Decision of court on Benazir Bhutto assassination case, Pakistan, Islamabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.