તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં આ બે વસ્તુના વેચાણમાં જબરદસ્ત વધારો
અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ તાલિબાનની વાપસી બાદ ફરી એકવાર અહીંની સ્થિતિ બદલાવવા લાગી છે. તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાનમાં સામાજિક વ્યવસ્થા, કાનૂન હાલાત, રાજનૈતિક સ્થિતિ, આર્થિક હાલાત બદલાઈ ગયા છે. મહિલાઓની સ્થિતિ ચિંતાજનક બની છે. અફઘાનિસ્તાન પર કબજા બાદથી તાલિબાનનું ફરમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. તાલિબાનના સૈનિકો તેમનું ફરમાન ના માનનારા લોકો પર ગોળીઓ વરસાવી રહ્યા છે. ખુલ્લેઆમ લોકોને સજા સંફળાવવામાં આવી રહી છે.

તાલિબાનના કબજા બાદ આ વસ્તુઓની ડિમાંડ વધી
તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની તસવીર બદલાઈ ચૂકી છે. તાલિબાને અફઘાનિસ્તાન પર વફરી પોતાનો કબજો જમાવતાં જ ફરમાન જાહેર કર્યું કે મહિલાઓએ ફરજીયાત હિજાબ પહેરવું પડશે. તેઓ હિજાબના પડદામાં રહીને અભ્યાસ, નોકરી જેવાં કામ કરી શકે છે, પરંતુ તેમણે પડદામાં જ રહેવું પડશે. તાલિબાનના આ ફરમાનને માનવાનો જેણે ઈનકાર કર્યો તેમને ગોળીઓથી ધરબી દેવામાં આવશે. આવી કેટલીય તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે, જ્યાં હિજાબ ના પહેરવા પર મહિલાઓને ખુલ્લેઆમ સજા આપવામાં આવી રહી છે. જ્યારે ન્યૂજ મહિલા રિપોર્ટ્ર્સ, પ્રેજન્ટેટરને પણ હિજાબ પહેરી પોતાના કામ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

બજારમાં જબરી ડિમાંડ
તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું ચે. તાલિબાનના ફરમાન બાદ બજારમાં બુરખા અને હિજાબની માંગ વધી ગઈ છે. માંગની સાથોસાથ કિંમતમાં પણ વધારો થયો છે. અચાનક વધેલી માંગ પૂરી કરવામાં પરેશાની આવી રહી છે. જ્યારે માંગને કારણે હિજાબની કિંમતમાં તેજીથી વધારો થયો છે. તાલિબાનના ફરમાનને માનતાં મહિલાઓ હિજાબ ખરીદવા માટે બજાર પહોંચી રહી છે. મહિલાઓ ઉંચી કિંમત ચૂકવીને હિજાબ, પાઘડી, બુરખા ખરીદી રહી છે.

કિંમતોમાં આવી તેજી
રિપોર્ટ્સ મુજબ જ્યાં દુકાનદારો પહેલાં 6થી 7 હિજાબ વેચી રહ્યા હતા ત્યાં હવે દિવસમાં 25થી 30 હિજાબ વેચી રહ્યા ચે. જ્યારે માંગની અસર કિંમતો પર પણ થી રહી છે, પહેલાં એક હિજાબની કિંમત 1000 અફઘાની હતી જ્યારે હવે તે વધીને 1200થી 1500 અફઘાની પર પહોંચી ગઈ છે. લોકો પોતાના ઘરની મહિલાઓ માટે હિજાબ અને બુરખા ખરીદી રહ્યા છે.