For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પને સત્તામાંથી દૂર કરવા માઇક પેન્સ પર ડેમૉક્રેટ્સે ભીંસ વધારી

ડોનાલ્ડ ટ્રમ્પને સત્તામાંથી દૂર કરવા માઇક પેન્સ પર ડેમૉક્રેટ્સે ભીંસ વધારી

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
ટ્રમ્પ

અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તામાંથી દૂર કરવા માટે સંસદસભ્યો સાથે એક યોજના શૅર કરી છે. તેઓ ટ્રમ્પ સામે મહાઅભિયોગ લાવવા માટે તૈયારી કરી રહ્યાં છે.

ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેન્સ ટ્રમ્પના રાષ્ટ્રપતિપદના પાવર્સ દૂર કરે તે માટે હાઉસ ઑફ રેપ્રિઝેન્ટટિવ્સ એક ઠરાવ પર મતદાન કરશે.

પછી ડેમૉક્રેટ્સ ટ્રમ્પ સામે કૅપિટલ હિંસા મામલે રાજદ્રોહ ભડકાવવા માટેના આરોપોને રજૂ કરશે.

સોમવારે પહેલું મતદાન થઈ શકે છે. એટલે કે આજે મતદાન થઈ શકે છે.

https://twitter.com/SpeakerPelosi/status/1348464238772297731

રવિવારે નેન્સી પેલોસીએ સંસદસભ્ય સાથે બંધારણનો 25મો સુધારો લાગુ કરવા માટેના ઠરાવ મામલેનો એક પ્લાન શૅર કર્યો હતો.

આનાથી માઇક પેન્સ કાર્યકારી રાષ્ટ્રપતિ થઈ જશે અને ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાંથી બેદખલ કરી દેવામાં આવશે.

નેન્સી પેલોસીએ કહ્યું કે ટ્રમ્પને દૂર કરવા માટે આ પહેલું પગલું હશે અને ત્યાર બાદ ગૃહમાં તેમની સામે મહાઅભિયોગ લાવવામાં આવશે.

નેન્સી પેલોસી

તેમણે કહ્યું, "આપણી લોકશાહી અને બંધારણની રક્ષા માટે આપણે તત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી પડશે કેમ કે રાષ્ટ્રપતિ આ બંને માટે ખતરો બની રહ્યા છે."

અગાઉ ગૃહના વ્હિપ જેમ્સ ક્લૅબર્ને સીએનએનને કહ્યું હતું કે ટ્રમ્પ સામે મહાઅભિયોગના આર્ટિકલ પર આ સપ્તાહમાં મતદાન થઈ શકે છે પરંતુ તેને ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડનના 100 દિવસ ઑફિસમાં પૂરા ન થાય ત્યાં સુધી નહીં મોકલાશે.

જેથી બાઇડનને તેમના એજન્ડા લાગુ કરવા અને કૅબિનેટ રચવા માટે સમય ઉપલબ્ધ રહી શકે. કેમ કે તેમણે કોરોના વાઇરસ મામલે મહત્ત્વપૂર્ણ નીતિઓ લાગુ કરવાની છે.

ટ્રમ્પને વિવિધ સોશિયલ મીડિયા પર બ્લૉક કરી દેવાયા છે ત્યારથી ટ્રમ્પે કોઈ જાહેર નિવેદન નથી આપ્યું.

જોકે રવિવારે વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ મંગળવારે ટૅક્સાસ જઈને મૅક્સિકો સાથેની સરહદી દીવાલની મુલાકાત લેશે અને તેમની સરકારે આ મામલે કરેલા કામને હાઇલાઇટ કરશે.

અત્રે ઉલ્લેખીય છે કે ટ્ર્મ્પ પર અમેરિકી સંસદ પર હુમલાની ઘટનાને ઉશ્કેરવાનો આરોપ છે. ડેમૉક્રેટ્સની સાથે સાથે હવે રિપબ્લિકન નેતાઓનું આ આરોપને સમર્થન પણ મળવા લાગ્યું છે.

દક્ષિણ કૅરોલિનાના કૉંગ્રેસમૅન જેમ્સ ક્લૅબર્ન બાઇડનના સાથી છે

પરંતુ હજુ સુધી એક પણ સૅનેટર્સે પુષ્ટિ નથી કરી કે તેઓ મહાઅભિયોગ મામલે વિરોધમાં મતદાન કરશે.

એક રિપબ્લિક સૅનેટર પેટ ટૂમેએ ટ્રમ્પને રાજીનામું આપવા કહ્યું છે.

વળી અગાઉ અલાસ્કાથી રિપલ્બિકન સૅનેટર લીસા મૂર્કોસ્કીએ પણ ટ્રમ્પને રાજીનામું આપવા અપીલ કરી ચૂક્યા છે.

દરમિયાન કૅલિફૉર્નિયાના રિપબ્લિકન પાર્ટીના પૂર્વ ગર્વનર આર્નોલ્ડ સ્ક્વૉર્ઝનેગરે ટ્રમ્પને અત્યાર સુધીના ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા છે.

દરમિયાન ટ્રમ્પ પહેલાં જ કહી ચૂક્યા છે કે તેઓ બાઇડનના શપથગ્રહણ સમારોહમાં હાજરી નહીં આપે.


25મું સંશોધન શું છે?

ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન

25માં સંશોધનની મદદથી રાષ્ટ્રપતિને હઠાવવા માટે મંત્રીમંડળે બહુમતીથી અને ઉપરાષ્ટ્રતિની સાથે મળીને આ ઉદ્દેશના પત્ર પર સહી કરવાની હોય છે કે વર્તમાન રાષ્ટ્રપતિ પોતાના કર્તવ્યોનું પાલન કરવા માટે અસમર્થ છે.

અધિકૃત શબ્દોમાં કહીએ તો કૅબિનેટ અને ઉપરાષ્ટ્રપતિએ ઘોષણા કરવાની રહે છે કે રાષ્ટ્રપતિ પોતાના પદની બંધારણીય શક્તિનો ઉપયોગ કરીને અને પોતાના બંધારણીય કર્તવ્યોનું પાલન કરવામાં અસર્મથ છે.

25માં સંશોધનની કલમ -4 એ સ્થિતિઓ વિશે છે જ્યારે કોઈ રાષ્ટ્રપતિ પોતાનો કાર્યભાર ચલાવવામાં અસર્મથ બની જાય, પરંતુ પદ છોડવા માટે સ્વેચ્છાએ પગલાં ના ભરે.


રાષ્ટ્રપતિને હઠાવવાની પૂરી પ્રક્રિયા શું છે?

વ્હાઇટ હાઉસ

કૅબિનેટની બહુમતી અને ઉપરાષ્ટ્રપતિની મંજૂરી સાથેના પત્ર પર હસ્તાક્ષર થયા બાદ ઉપરાષ્ટ્રપતિ જ કાર્યકારી રાષ્ટ્રપતિ બની જાય છે.

આ તમામ વચ્ચે રાષ્ટ્રપતિને પણ એક તક આપવામાં આવે છે કે તે પોતાનો લેખિતમાં બચાવ કરી શકે.

જોકે, રાષ્ટ્રપતિ પોતાના બચાવમાં આ નિર્ણયને પડકારે તો પણ તેના અંગે જોડાયેલો અંતિમ ફેંસલો કૅબિનેટ જ કરે છે.

સતા હસ્તાંતરણ પહેલાં આગળ વધતા પહેલાં સૅનેટ અને પ્રતિનિધિ સભામાં બે તૃતિયાંશ બહુમત વોટિંગની ફૉર્મ્યૂલા અપનાવવામાં આવે છે. પરંતુ આ તમામ વચ્ચે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પોતાની કામગીરી ચાલુ રાખે છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=DaEF9yaNTGc

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Democrats are pushing for Mike Pence to oust Donald Trump
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X