• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ સાથે દોસ્તી, પાંચ લગ્ન, છતાં એકલી હતી આ હિરોઈન, ડ્રગ્ઝની લતે લીધો જીવ

|
Google Oneindia Gujarati News

જીવન અનમોલ છે આનાથી કિંમતી કંઈ નથી હોતુ પરંતુ અનહદ ખુશી મેળવવના જૂનુનમાં માણસ જીવનનુ મૂલ્ય નથી સમજી શકતો. એક અભિનેત્રી હતી જેણે ઑસ્કર અને ગ્રેમી અવોર્ડ જીત્યા. નામ અને દામ બધુ અનહદ કમાયુ. દેશના રાષ્ટ્રપતિ સાથે એવી મિત્રતા હતી કે બંનેને પરિવાર એકસાથે રજાઓ માણતા હતા. પરંતુ આટલુ બધુ હોવા છતાં આ હિરોઈન એકલી હતી. પ્રેમ મેળવવાની ઈચ્છામાં પાંચ લગ્ન કર્યા પરંતુ ઈચ્છા પૂરી ન થઈ શકી. પછી તો શરાબ, સેક્સ અને ડ્રગ્ઝમાં એટલી હદે ડૂબી ગઈ કે જિંદગી નર્ક બની ગઈ. પરિણામ એ આવ્યુ કે માત્ર 47 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહેવુ પડ્યુ. પચાસ વર્ષ બાદ આ હિરોઈનના મોત પહેલાનો ફોટો હાલ સાર્વજનિક થયો છે. જેના કારણે તેના જીવન સાથે જોડાયેલી અમુક વાતો ફરીથી ચર્ચામાં છે. હૉલિવુડની આ હિરોઈનનુ નામ છે જુડી ગારલેન્ડ. આ ફોટો જુડી ગારલેન્ડના પાંચમાં લગ્નનો છે. પાંચમાં લગ્નના ત્રણ મહિનાબાદ જ ડ્રગ્ઝના ઓવરડોઝના કારણે તેનુ મોત થઈ ગયુ હતુ. તે હૉલિવુડની એવી અભિનેત્રી હતી જેણે પોતે તો ઑસ્કર (1939) જીત્યો જ હતો તેના બીજા પતિ વિંસેટ મિનેલી (1958) અને દીકરી લિઝા મિનેલી (1972) એ પણ આ ગૌરવ મેળવ્યુ હતુ.

જુડી ગારલેન્ડ - ચમકીલી દુનિયાનો અંધકાર

જુડી ગારલેન્ડ - ચમકીલી દુનિયાનો અંધકાર

જુડી ગારલેન્ડ અમેરિકન એક્ટ્રેસ, સિંગર અને ડાંસર હતી. તેના માતાપિતા નાટક અને થિયેટર સાથે જોડાયેલા હતા. એટલા માટે તે અઢી વર્ષની ઉંમરથી જ સ્ટેજ પર આવવા લાગી હતી. સાત વર્ષની ઉંમરમાં તે નાનીમોટી ભૂમિકાઓ કરવા લાગી હતી. 13 વર્ષની ઉંમરમાં હૉલિવુડની જાણીતી ફિલ્મ કંપની એમજીએમે તેને અનુબંધિત કરી લીધી. 1939માં તેણે બાળ કલાકાર રૂપે પોતાનો એકમાત્ર ઑસ્કર પુરસ્કાર જીત્યા હતો. ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષ હતી. ત્યારબાદ હૉલિવુડમાં તેની માંગ વધવા લાગી. તે અંધાધૂંધ ફિલ્મો સાઈન કરવા લાગી. ત્યાં સુધી કે 1940માં તેણે ત્રણ એડલ્ટ ફિલ્મોમાં પણ કામ કર્યુ. સફળતા મળતી ગઈ તો પગ પણ લડખડાવા લાગ્યા. શરાબની લત લાગી ગઈ. 19 વર્ષની ઉંમરે તેણે પહેલા લગ્ન ડેવિડ રોઝ સાથે કર્યા. આ લગ્ન ત્રણ વર્ષ જ ચાલ્યા.

બીજા લગ્ન બાદ આત્મહત્યાની કોશિશ

બીજા લગ્ન બાદ આત્મહત્યાની કોશિશ

જુડી ગારલેન્ડે 21 વર્ષની ઉંમરે નિર્દેશક વિંસેન્ટ મિનેલી સાથે બીજા લગ્ન કર્યા હતા. તે સાચા જીવનસાથીની શોધમાં હતી. પૈસા અને નામ તો હતુ પરંતુ જીવન અધૂરુ હતુ. નિરાશાના કારણે તે ડિપ્રેશનમાં જતી રહી હતી. 25 વર્ષની ઉંમરમાં જ તે નર્વસ બ્રેકડાઉનનો શિકાર બની ગઈ. તેનો ઈલાજ કરાવવો પડ્યો. 1947માં તેણે એકદમ ફિલ્મી અંદાજમાં સુસાઈડ કરવાની કોશિશ કરી. શરાબના ફૂટેલા ગ્લાસથી તેણે હાથની નસ કાપી લીધી. આ તો સારુ હતુ કે ડૉક્ટરોએ તેને બચાવી લીધી. તે માનસિક રીતે હેરાન રહેવા લાગી. હતાશામાં દારુ અને ડ્રગનુ સેવન કરવા લાગી. કહેવાય છે કે શાંતિ મેળવવાની શોધમાં તે સેક્સ ઑબ્સેસીવ પણ થઈ ગઈ હતી. તેણે પાંચ લગ્ન કર્યા હતા. વિંસેન્ટ મિનેલીના છૂટાછેડા બાદ જૂડી ગારલેન્ડે 1952માં સિડની હફ, 1965માં માર્ક હેરોન અને 1969માં મિકી ડીન્સ સાથે લગ્ન કર્યા હતા. સિડની હફ પણ તેણે માનસિક અત્યાચારનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ ડાયરેક્ટરે મને કહ્યુ કિસિંગ સીન માટે મને Kiss કર, ઝરીન ખાનનો ખુલાસોઆ પણ વાંચોઃ ડાયરેક્ટરે મને કહ્યુ કિસિંગ સીન માટે મને Kiss કર, ઝરીન ખાનનો ખુલાસો

પાંચમાં લગ્નનો ફોટો 50 વર્ષ બાદ ચર્ચામાં

પાંચમાં લગ્નનો ફોટો 50 વર્ષ બાદ ચર્ચામાં

મિકી ડીંસ એક નાઈટ ક્લબના મેનેજર હતા. તેમણે માર્ચ 1969માં જુડી ગારલેન્ડ સાથે લંડનમાં લગ્ન કર્યા હતા. આ લગ્નના ફોટા હવે સાર્વજનિક થયા છે. આ ફોટામાં જુડી લગ્ન માટે રજિસ્ટારની ઓફિસમા જતા, લગ્ન સમયે કેક કાપતા, પાંચમાં પતિ મિકી ડીંસ સાથે ડાંસ કરતા જોવા મળી રહી છે. તે હસી તો રહી છે પરંતુ થાકેલી દેખાય છે. આ લગ્નના ત્રણ મહિના બાદ જ તેનુ મોત થઈ ગયુ હતુ. આ લગ્ન વખતે જુડી નશાના સેવનની બધી હદો પાર કરી ચૂકી હતી. બાર્બીચુરેટ ડ્રગના ઓવરડોઝના કારણે તેનુ મોત થયુ હતુ. અમેરિકી પોલિસ 1920ની આસપાસ બાર્બીચુરેટને ટ્રુથ સીરમ તરીકે ઉપયોગ કરતા હતા. એટલે કે પોલિસ આરોપીઓને સત્ય બોલાવવા માટે આ દવાનો ઉપયોગ કરતા હતા. પરંતુ બાદમાં આ દવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ ડ્રગના આંશિક ઉપયોગથી વ્યક્તિને શાંતિ અનુભવાય છે. ચિંતા ઘટી જાય છે, માંસપેશીઓને આરામ મળે છે. પરંતુ આની વધુ માત્રા મોતનુ કારણ બની જાય છે.

અમેરિકી રાષ્ટ્રપતિની મિત્ર હતી જુડી

અમેરિકી રાષ્ટ્રપતિની મિત્ર હતી જુડી

જુડી ગારલેન્ડ ડેમોક્રેટિક પાર્ટીની સમર્થક હતી. હૉલિવુડની આ સફળ અભિનેત્રી પાસે લખલૂટ રૂપિયા હતા. તે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારોને દિલ ખોલીને દાન આપતી. ફ્રેંકલિન ડી રુઝવેલ્ટ અને જૉન એફ કેનેડી પર તેની ખાસ મહેર હતી. જુડી અમેરિકી રાષ્ટ્રપતિ જૉન એફ કેનેડી અને તેમના પત્ની જેકલિન કેનેડીની ખાસ દોસ્ત હતી. તે તત્કાલિન રાષ્ટ્રપતિ કેનેડી અને તેમની પત્ની સાથે ઘણીવાર રજાઓ માણવા મેસાચુસેટ્સના હિયાનિસ પોર્ટ સ્થિત પોતાના ઘરે જતી હતી.

English summary
despite having earned millions and five marriagesuis, judy Garland was all alone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X