For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં આવતા પહેલા જ ચૂપચાપ દુનિયામાં ફેલાવા લાગ્યો હતો કોરોના વાયરસ

એવી શંકાઓ પણ હવે સામે આવી રહી છે જેમાં માનવામાં આવી રહ્યુ છે કે ચીનમાં પહેલો કેસ સામે આવતા પહેલા જ વાયરસ કોઈને સંક્રમિત કરી ચૂક્યો હતો.

|
Google Oneindia Gujarati News

ચીનમાં કોરોના વાયરસનો પહેલો કેસ ગયા વર્ષે 2019માં જોવા મળ્યો હતો પરંતુ એવી શંકાઓ પણ હવે સામે આવી રહી છે જેમાં માનવામાં આવી રહ્યુ છે કે ચીનમાં પહેલો કેસ સામે આવતા પહેલા જ વાયરસ કોઈને સંક્રમિત કરી ચૂક્યો હતો. વૈજ્ઞાનિક હવે પોતાના સવાલોના જવાબ શોધવા માટે પેશન્ટ ઝીરોની શોધ કરી રહ્યા છે. તે આના વિકાસને શોધવામાં લાગેલા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ જણાવ્યુ કે જેનેટિક ડિટેક્ટિવ્ઝ હવે કોરોના વાયરસની ફેમિલી ટ્રીને શોધવામાં લાગેલા છે જેણે અત્યાર સુધી બે લાખથી વધુ લોકોના જીવ લઈ લીધા છે.

Coronavirus

27 ડિસેમ્બરે ફ્રાંસની હોસ્પિટલમાં ભરતી એક દર્દી

ડિટેક્ટિવ્ઝ હવે એ બાબતની શોધ કરી રહ્યા છે કે ક્યાંક એવુ તો નથીને કે જ્યારે આનો પહેલો કેસ રેકોર્ડ થયો તો તે પહેલા જ તેણે બીજા દેશના લોકોને પોતાની ચપેટમાં લેવાનુ શરૂ કરી દીધુ હોય. ફ્રાંસમાં જાન્યુઆરીના અંતમાં ઘણા એવા કેસ સામે આવ્યા હતા જેમાં કોરોનાના લક્ષણ દેખાયા. પરંતુ ઈન્ટરનેશનલ જર્નલ ઑફ એન્ટી-માઈક્રોબાયલ એજન્ટ્સ તરફથી જે સ્ટડી સામે આવ્યો છે તેમાં આ તરફ ઈશારો કરવામાં આવ્યો છે કે જાન્યુઆરી પહેલા જ વાયરસ ફ્રાંસના દસ્તક દઈ ચૂક્યો હતો. આઈસીયુમાં ભરતી 14 દર્દીઓના સેમ્પલ્સની વ્યાખ્યા કરવામાં આવી છે જેમાં ફ્લુ જેવા લક્ષણ મળ્યા હતા. આ દર્દી પેરિસના એવિકેને એન્ડ જીન વર્ડિયર હોસ્પિટલમાં ભરતી હતા. આમાંથી 42 વર્ષનો એક ફ્રેંચ નાગરિક જાસૂસોને મળ્યો છે જે ચીન ગયો જ નહોતો. આ દર્દીને 27 હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

ચૂપચાપ વાયરસ બનાવી રહ્યો હતો લોકોને નિશાન

હોસ્પિટલમાં સંક્રમિત બિમારી વિભાગના પ્રમુખ ઓલિવર બોશાડ કહે છે કે વાયરસ ચૂપચાપ લોકો વચ્ચે ફેલાતો ગયો અને કોઈને આની હાજરી વિશે ખબર જ ન પડી. તેમણે કહ્યુ કે શરૂઆતમાં સંક્રમણોની પુષ્ટિ એ સમયે કરવામાં આવી જ્યારે વૈજ્ઞાનિકોને કોરોના વાયરસને અંદેશો થયો. 57 વર્ષની મેડીકલ સેક્રેટરી આઈશાને જાન્યુઆરી મહિનાના મધ્યમાં શ્વાસની બિમારીના લક્ષણોના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ફ્રાંસમાં ત્યાં સુધી કોરોનાનો કોઈ કેસ નહોતો અને વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ) તરફથી બિમારીને કોઈ નામ આપવામાં આવ્યુ નહોતુ. ચીનમાં વુહાન હેલ્થ ઑથોરિટીઝના જણાવ્યા મુજબ આઠ ડિસેમ્બરે કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો.

આ પણ વાંચોઃ ત્રણ મહિલાઓને ડાકણ ગણાવીને વાળ કાપી દીધા, ઢોર માર મારી, નિર્વસ્ત્ર કરીને...આ પણ વાંચોઃ ત્રણ મહિલાઓને ડાકણ ગણાવીને વાળ કાપી દીધા, ઢોર માર મારી, નિર્વસ્ત્ર કરીને...

English summary
Detectives tracking Coronavirus to its genetic origins.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X