For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉક્ટરે ભૂલથી બીજી મહિલાનો ગર્ભપાત કરી નાખ્યો, હવે કાર્યવાહી થશે

ડૉક્ટરે ભૂલથી બીજી મહિલાનો ગર્ભપાત કરી નાખ્યો, હવે કાર્યવાહી થશે

|
Google Oneindia Gujarati News

સિયોલઃ દક્ષિણ કોરિયામાં એક ડૉક્ટરની લાપરવાહીનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે 7 ઓગસ્ટે એક ગર્ભવતિ મહિલા ગૈગ્સિયોના એક ક્લિનિકમાં ગઈ હતી, જે દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં જ છે. પોલીસ મુજબ મેડિકલ ચાર્ટમાં ગડબડી અને મહિલાની યોગ્ય ઓળખના અભાવમાં ડૉક્ટરે ભૂલથી મહિલાનો ગર્ભપાત કરી નાખ્યો.

ડૉક્ટરની લાપરવાહી

ડૉક્ટરની લાપરવાહી

પોલીસે આ મામલ તપાસ શરૂ કરી દીધી છે. ક્લિનિકના ડૉક્ટર અને નર્સની આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે પોલીસ મુજબ ડૉક્ટર અને નર્સે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, એવામાં હવે તેઓ લાપરવાહીના ગંભીર મામલામાં આરોપી છે.

ભૂલથી ગર્ભપાત કરી નાખ્યો

ભૂલથી ગર્ભપાત કરી નાખ્યો

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલાને ન્યૂચ્રિશનલ શૉટ આપવાના હતા. આરોપ છે કે નર્સે યોગ્ય ઓળખ કર્યા વિના જ એનેસ્થીસિયાનું ઈન્જેક્શન આપી દીધું. એટલું જ નહિ ડૉક્ટરે પણ લાપરવાહી વરતીને મહિલાનો ગર્ભપાત કરી નાખ્યો. ગરભવતી મહિલાને આ અંદાજો પણ નહોતો.

એક વર્માં ગર્ભપાતના 50 હજાર મામલા

એક વર્માં ગર્ભપાતના 50 હજાર મામલા

આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. કાનૂન મુજબ આવા પ્રકારનાં ઓપરેશન ગેરકાયદેસર છે જેમાં એક વર્ષ સુધીની સજાનું પ્રાવધાન છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાછલા વર્ષે દક્ષિણ કોરિયામાં ગર્ભપાતના 50 હજાર મામલ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ આંકડાઓની પુષ્ટિ કરી છે. જો કે એમપણ કહેવામાં આવી રહ્યું છે કે ગર્ભપાતના વાસ્તવિક આંકડા આનાથી ક્યાંય વધુ હોય શકે છે.

જૈશે બદલ્યું પોતાનું નામ, 30 આત્મઘાતી હુમલાખોર તૈયાર કર્યા!જૈશે બદલ્યું પોતાનું નામ, 30 આત્મઘાતી હુમલાખોર તૈયાર કર્યા!

English summary
doctor performed abortion on wrong women in south korea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X