ચીન: ડોકલામ અમારું છે, ભારત ગયા વર્ષની ઘટનાઓથી કંઈક શીખે

Posted By:
Subscribe to Oneindia News

ચીનમાં ભારતીય રાજદૂત ગૌતમ બામ્બાવલે ઘ્વારા આપવામાં આવેલા નિવેદન પછી ચીને ચેતવણી આપતા ડોકલામ પોતાનો હિસ્સો ગણાવ્યો છે. તેમને જણાવ્યું કે ડોકલામ તેમના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને ભારતે ગયા વર્ષની ઘટનાઓથી કંઈક શીખ લેવી જોઈએ. ભારતના રાજદૂત ગૌતમ બામ્બાવલે ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ચીન સીમા પર પરિસ્થિતિ બદલવાની કોશિશ કરશે તો તેનો અંઝામ સારો નહીં આવે. તેના જવાબમાં ચીને ભારતને ચેતવણી આપી છે. ગૌતમ બામ્બાવલે ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગયા વર્ષે ચીનને કારણે ડોકલામ જેવી ઘટના ઘટી હતી.

ચીન વિદેશ મંત્રાલય

ચીન વિદેશ મંત્રાલય

ચીન વિદેશ મંત્રાલય પ્રવક્તા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડોકલામ ચીનનો હિસ્સો છે કારણકે તેમની પાસે જુના સંધિપત્ર છે. ડોકલામ માં ચીનની ગતિવિધિઓ તેમના અધિકારને આધીન છે. અહીં બદલવા જેવું કઈ જ નથી.

73 દિવસો સુધી ડેરો

73 દિવસો સુધી ડેરો

તેમને આગળ જણાવ્યું કે ભારતે આભાર માનવો જોઈએ કે અમારા પ્રયાસ અને બુદ્દિમત્તા ને કારણે અમે ગયા વર્ષે આ વિવાદ ઉકેલી નાખ્યો હતો. અમે આશા રાખીયે છે કે ભારત તેનાથી કંઈક શીખ લેશે અને સંધિપત્ર માનશે. ગયા વર્ષે ભારત અને ચીન સેના ડોકલામ સિક્કિમ ક્ષેત્રમાં લગભગ 73 દિવસો સુધી ડેરો નાખીને બેઠા હતા.

ફરી થશે ડોકલામ વિવાદ

ફરી થશે ડોકલામ વિવાદ

ચીનમાં હાજર ભારતના રાજદૂત ગૌતમ બામ્બાવલે ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ચીન સીમા પર પરિસ્થિતિ બદલવાની કોશિશ કરશે તો તેનો અંઝામ સારો નહીં આવે. સરહદી વિસ્તારમાં નિર્માણ કરતા પહેલા ચીન ભારતને જાણ કરે. એવું માનવામાં આવે છે કે ચીન ચંબુ વેલીમાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે ડોકલામ પર કબ્જો કરવાની તૈયારીમાં છે. સૂત્રો અનુસાર ચીને અહીં 1.3 કિલોમીટર લાંબા રોડનું પણ નિર્માણ કરી નાખ્યું છે.

English summary
Doklam belongs to it and India should have learnt lessons: China

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.