વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે ચીની રિપોર્ટરનો ક્લાસ લઈ લીધો, નારાજ થઈને જતા રહ્યા

વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે ચીની રિપોર્ટરનો ક્લાસ લઈ લીધો, નારાજ થઈને જતા રહ્યા

વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે વ્હાઈટ હાઉસમાં મીડિયા બ્રીફિંગમાં હાજર હતા. અહીં આવેલ રોજ ગાર્ડનમાં થયેલ મીડિયા બ્રીફિંગમાં ફરી એકવારતેઓ પત્રકાર સાથે તૂતૂ મેમે કરવા લાગ્યા. આ વખત ટ્રમ્પ સામે હતી ચીની -અમેરિકી રિપોર્ટર વેજિયા જિયાંગ જે સીબીએસ ન્યૂજ સાથે કામ કરે છે. તેમની સાથે સીએનએનની કેટલિયાન કોલિંસને પણ ડખો થયો હતો.

Donald trump

આ સવાલ ચીનને પૂછો

સીબીએસ ન્યૂજની રિપોર્ટર જિયાંગે ટ્રમ્પને પૂછ્યું હતું કે અમેરિકામાં કોરોના વાયરસના કેટલા ટેસ્ટ થયા, તેઓ સતત આના પર જ જોર કેમ આપીરહ્યા છે? જિયોંગે પૂછ્યું હતું, જ્યારે દરરોજ હજારો અમેરિકીઓના જીવ જઈ રહ્યા છે ત્યારે આ તમારા માટે વૈશ્વિક પ્રતિસ્પર્ધા જેવું કેમ બની ગયું છે? આના પર ટ્રમ્પે જવાબ આપ્યો કે દુનિયામાં દરેક જગ્યાએ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. અને કદાચ આ સવાલ તમારે ચીનને પૂછવો જોઈતો હતો. મને ના પૂછો, ચીનને સવાલ કરો. ટ્રમ્પે બાદમાં નવો સવાલ પૂછવાનું કહેતાં જિયાંગે તરત પોતાનો નવો સવાલ દાગી દીધો. જિયાંગે પૂછ્યું, તમે આ વાત ખાસ રીતે મને કેમ કહી રહ્યા છો?

ચીની જર્નલિસ્ટ જિયાંગ કોણ છે

જિયાંગ વર્ષ 2015થી સીબીએસ સાથે કામ કરીરહી છે. તેમનો જન્મ ચીનના શિયામેનમાં થયો હતો. તેઓ જ્યારે બે વર્ષના હતા ત્યારે જ પોતાના પરિવાર સાથે અમેરિકા આવી ગઈ હતી. ટ્રમ્પે કહ્યું કે તે આ જવાબ હરેક એવા રિપોર્ટરને આપશે જેઓ શરારતી સવાલ પૂછશે. જેના પર જિયાંગે કહ્યું કે આ કોઈ શરારતી સવાલ નથી. આનાથી શું ફરક પડે છે? જે બાદ ટ્રમ્પે સીએનએનના કોલિંસ તરફ ઈશારો કર્યો અને જેવી જ કોલિંસ માઈક્રોફોન તરફ વધી કે તેણે ટ્રમ્પને પૂછ્યું કે તમે મારી તરફ ઈશારો કર્યો હતો? જેના પર ટ્રમ્પે કહ્યું કે મેં તમને કહ્યું હતું પણ તમે કંઈ પ્રતિક્રિયા નથી આપી. કોલિંસે કહ્યું કે તે જિયાંગના સવાલ પૂરા થઈ જવાનો ઈંતેજાર કરી રહી હતી. આના પર જ્યારે તેમણે ટ્રમ્પને સવાલ પૂછવાનો અનુરોધ કર્યો તો પ્રેસિડેન્ટ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ ખતમ કરી દેવાનો ઈશારો કરી દીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X