For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પને રાહત, કેપિટલ હિલમાં થયેલ હિંસા માટે લોકોને ભડકાવવાના મામલે છૂટ્યા

ડોનાલ્ડ ટ્રમ્પને રાહત, કેપિટલ હિલમાં થયેલ હિંસા માટે લોકોને ભડકાવવાના મામલે છૂટ્યા

|
Google Oneindia Gujarati News

અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને રાહત મળી છે. 6 જાન્યુઆરી 2021ના રોજ વૉશિંગ્ટનના કેપિટલ હિલમાં થયેલ હિંસાના મામલે તેઓ દોષી નથી મળ્યા અને છોડી દેવામાં આવ્યા છે. અમેરિકી સેનેટમાં મહાભિયોગના પ્રસ્તાવ પર ચર્ચા બાદ ટ્રમ્પને છોડી મૂકવામાં આવ્યા છે. આ મામલામાં પાંચ દિવસથી ચાલતી આવી રહેલી સુનાવણી બાદ વોટિંગ કરાવવામાં આવી. વોટિંગ દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષમાં 43 વોટ મળ્યા છે અને તેમની વિરુદ્ધ 57 સીનેટર્સે વોટિંગ કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પને દોષી ઠેરવવા માટે બે તૃતિયાંશ વોટની જરૂરત હતી. જે ના મળી શક્યા. જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પને કેપિટલ હિલમાં થયેલ હિંસાના મામલામાં છોડી મૂકવામાં આવ્યા.

donald trump

ડોનાલ્ડ ટ્રમ્પના વકીલે શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર મહાભિયોગનો સામનો કરી રહ્યા છે. બીજી વાર મહાભિયોગનો સામનો કરતાં ડોનાલ્ડ ટ્રમ્પના વકીલોએ સીનેટમાં સબુત આપતા કહ્યું કે ટ્રમ્પ રપ કેપિટલ હિલમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો અને તે એકદમ જૂઠો છે. ટ્રમ્પના વકીલ માઈકલ ૈન ડેર વીને સીનેટમાં કહ્યું કે ટ્રમ્પ વિરુદ્ધ ડેમોક્રેટ સાંસદો તરફથી શરૂ કરવામાં આવેલ મહાભિયોગની આ પૂરી કાર્યવાહી રાજનીતિથી પ્રેરિત છે. આ એક જૂઠો કેસ અને ખોટો આરોપ છે.

પાકિસ્તાનના નિશાના પર છે એનએસએ અજીત ડોભાલ, આતંકીઓએ કર્યો ખુલાસોપાકિસ્તાનના નિશાના પર છે એનએસએ અજીત ડોભાલ, આતંકીઓએ કર્યો ખુલાસો

ડોનાલ્ડ ટ્રમ્પ પર શું આરોપ છે

અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ હતા કે તેમણે 6 જાન્યુઆરી 2021ના રોજ કેપિટલ હિલમાં દંગા ભડકાવ્યા અને હિંસાને ઉત્તેજન આપ્યું. જણાવી દઈએ કે કેપિટલ હિલમાં થયેલ હિંસામાં મહિલા સહિત 5 લોકોનાં મોત થયાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પે આ આરોપોનો ઈનકાર કરી દીધો હતો. સીનેટમાં સુનાવણી દરમ્યાન મોટાભાગના રિપબ્લિકન સાંસદોએ સંકેત આપ્યા કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને દોષી સાબિત કરવા માટે વોટિંગ નહિ કરે.

English summary
Donald Trump acquitted of inciting people to violence in Capitol Hill
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X