For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં નોકરીનુ સપનુ જોઈ રહેલ લોકોને ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો

અમેરિકામાં નોકરી કરવાનુ સપનુ જોઈ રહેલ ભારતીય આઈટી પ્રોફેશનલને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ઝટકો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં નોકરી કરવાનુ સપનુ જોઈ રહેલ ભારતીય આઈટી પ્રોફેશનલને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ઝટકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે ત્યારબાદ દેશની બહારના લોકો અમેરિકામમાં નોકરી કરવા ઈચ્છે છે તેમની સાથે અમેરિકી કંપનીઓ કૉન્ટ્રાક્ટ નહિ કરી શકે. આ આદેશની સૌથી વધુ અસર એછ-1બી વિઝા ધારકોને થશે. આ આદેશ બાદ હવે તે તમામ કંપનીઓ જે એચ-બી વિઝાના આધારે જ બીજા દેશના લોકોને નોકરી આે છે તે હવે આવુ નહિ કરી શકે. તમને જણાવી દઈએ કે 23 જૂને ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝાને સસ્પેન્ડ કરી દીધા હતા. ટ્રમ્પ સરકારે 24 જૂનથી જ આ આદેશને લાગુ કરી દીધો હતો કે જે આ વર્ષના અંત સુધી લાગુ રહેશે.

donald trump

સોમવારે મીડિયા સાથે વાત કરીને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે આજે હું એક્ઝીક્યુટીવ ઑર્ડર પર હસ્તાક્ષર કરી રહ્યો છુ જેથી એ વિશે પુષ્ટિ કરી શકુ કે ફેડરલ સરકાર ખૂબ જ સરળ નિયમોથી ચાલતી, અમેરિકી લોકોને નોકરી આપે. અમારી સરકાર એ બિલકુલ સહન નહિ કરે કે મહેનતુ અમેરિકી લોકોને સસ્તા વિદેશી લેબર માટે નોકરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવે. ટ્રમ્પે કહ્યુ કે એચ-1બી વિઝાના નિયમોમાં ફેરફારથી અમેરિકી લોકોને એક વાર ફરીથી નોકરી મળશે. એચ-1બી વિઝાનો ઉપયોગ ખૂબ જ વધુ પ્રતિભાશાળી અને હાઈ સેલેરીવાળા માટે રહેશે નહિ કે અમેરિકી લોકોનો રોજગાર છીનવા માટે.

તમને જણાવી દઈએ કે એચ-1બી વિઝા એક બિન-પ્રવાસી વિઝા છે જે અમેરિકી કંપનીઓને વિશેષજ્ઞતાના આધારે વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપી છે જેના માટે અતિવિશિષ્ટ જ્ઞાન અને કોઈ ખાસ ક્ષેત્રમાં સ્નાતક કે ઉચ્ચ ડિગ્રીની જરૂર પડે છે. તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2015માં આ આદેશ જારી કર્યો હતો જેમાં અમુક શ્રેણીઓના એચ-4 વિઝા ધારકો ખાસ રીતે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલ એચ-1બી વિઝા ધારકોના જીવનસાથીઓને અમેરિકામાં રહીને કામ કરવાની મંજૂરીની જોગવાઈ છે. આ વિઝા દ્વારા પ્રૌદ્યોગિકી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરે છે.

મુંબઇમાં ધોધમાર વરસાદ, 8 રૂટ પર બસ ડાયવર્ટ કરવામાં આવીમુંબઇમાં ધોધમાર વરસાદ, 8 રૂટ પર બસ ડાયવર્ટ કરવામાં આવી

English summary
Donald Trump bans H-1B visa for hiring and contracts, Big setback for indian IT professionals,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X