For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીર મુદ્દે ખોટુ નિવેદન આપી ફસાયા ટ્રમ્પ, કોંગ્રેસમેને માંગી ભારતની માફી

કોંગ્રેસ નેતા બ્રેડ શરમને કહ્યુ કે ડોનાલ્ડ ટ્રમ્પનું કાશ્મીર મુદ્દે આપવામાં આવેલુ નિવેદન બાલીશ અને ભ્રમિત કરનારુ તેમજ શરમજનક છે.

|
Google Oneindia Gujarati News

કાશ્મીર મુદ્દે ખોટુ નિવેદન આપી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચારે તરફથી ઘેરાઈ ગયા છે. જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે ભારત કાશ્મીર મુદ્દે અમેરિકા દ્વારા મધ્યસ્થતા ઇચ્છે છે ત્યારબાદ ભારત તરફથી આ સમગ્ર મુદ્દે અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યુ. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમાર સ્પષ્ટ કર્યુ છે કે ભારત તરફથી આ રીતની કોઈ રજૂઆત કરવામાં આવી નથી. ભારત તરફથી આ મુદ્દે આપવામાં આવેલી સફાઈ બાદ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકામાં ટીકા થઈ રહી છે. કોંગ્રેસ નેતા બ્રેડ શરમને કહ્યુ કે ડોનાલ્ડ ટ્રમ્પનું કાશ્મીર મુદ્દે આપવામાં આવેલુ નિવેદન બાલીશ અને ભ્રમિત કરનારુ તેમજ શરમજનક છે. એટલુ જ નહિ બ્રેડમેન શરમેને ભારતીય રાજદૂત હર્ષ શ્રંગલાની ડોનાલ્ડ ટ્રમ્પના બાલીશ અને શરમજનક ભૂલ માટે માફી માંગી છે.

trump

શરમેને ટ્વીટ કરીને લખ્યુ કે કોઈ પણ વ્યક્તિ જે દક્ષિણ એશિયાની વિદેશ નીતિ સમજે છે તેને ખબર છે કે ભારત સતત કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષનો વિરોધ કરતો આવ્યો છે. દરેકને ખબર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રીતનુ સૂચન ક્યારેય નહિ કરે. ટ્રમ્પનું નિવેદન બાલીશ, ભ્રમિત કરનારુ અને શરમજનર છે. તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટર્મ્પે દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને અપીલ કરી છે કે તે કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન ડોનાલ્ડ કહ્યુ કે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બે સપ્તાહ પહેલા હતો. અમે આ મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે શું તમે આ મુદ્દે હસ્તક્ષેપ કરશો. મે હા કહ્યુ કારણકે કાશ્મીર મુદ્દો ઘણા વર્ષોથી વણઉકેલ્યો છે. ત્યારબાદ ટ્રમ્પે કહ્યુ કે આ મુદ્દે સમાધાન થવુ જોઈએ. જો તેમને પણ લાગતુ હોય તો વાત કરવા માટે તૈયાર છુ અને જોઈશ કે અમે આ મુદ્દે શું કરી શકીએ છીએ.

આ પણ વાંચોઃ ટ્રમ્પના દાવાનુ ભારતે કર્યુ ખંડન, PMએ કાશ્મીર મુદ્દે યુએસ પાસે નથી માંગી મદદઆ પણ વાંચોઃ ટ્રમ્પના દાવાનુ ભારતે કર્યુ ખંડન, PMએ કાશ્મીર મુદ્દે યુએસ પાસે નથી માંગી મદદ

English summary
Donald Trump faces criticism in his own country after his remark on Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X