For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિમ જોંગ ઉન સાથે ફરી એકવાર મળવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ તૈયાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે મળવા માટે તૈયાર છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે મળવા માટે તૈયાર છે. વાઈટ હાઉસ સચિવ સારા સેન્ડર્સ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કિમ જોંગ ઉન સાથે બીજી મુલાકાત કરવા માટે તૈયાર છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા એનએસએ જોન બોલ્ટન ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમેરિકા હજુ પણ નોર્થ કોરિયા તરફથી પહેલની રાહ જોઈ રહ્યું છે કે તેઓ પરમાણુ હથિયાર નષ્ટ કરે. પરંતુ એનએસએ ઈચ્છા વિરુદ્ધ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કિમ જોંગ ઉન સાથે બીજી મુલાકાતની ઈચ્છા વ્યક્ત કરી છે.

donald trump

મળતી જાણકારી અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પને કિમ જોંગ ઉન તરફથી એક પત્ર મળ્યો છે. વાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું છે કે આ પત્ર ખુબ જ સકારાત્મક છે. આ પત્રનો પ્રાથમિક ઉદેશ હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે બીજી મુલાકાત થાય. આ પત્ર મળ્યા પછી સારા સેન્ડર્સ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ એક એવો પત્ર છે જેની રાહ વાઈટ હાઉસ જોઈ રહ્યું હતું અને તેના માટે વાઈટ હાઉસ તૈયાર પણ છે. તેની સાથે સાથે વાઈટ હાઉસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પત્ર તેઓ ત્યાં સુધી જાહેર નહીં કરે જ્યાં સુધી કિમ જોંગ ઉન જાતે તેની સહમતી નહીં આપે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પથી જૂઠું બોલી રહ્યા છે કિમ જોંગ, તૈયાર થઇ રહી બે બૈલેસ્ટિક મિસાઇલો

વાઈટ હાઉસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પત્રથી સ્પષ્ટ થાય છે કે કિમ જોંગ આવનારા સમયમાં પણ વાતચીત માટે તૈયાર છે. આ પત્રથી એવો પણ સંદેશ મળે છે કે નોર્થ કોરિયા પરમાણુ હથિયારોનું નિર્માણ રોકવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આપને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયા તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચે 12 જૂને એતિહાસિક મુલાકાત થઇ હતી. ત્યારપછી નોર્થ કોરિયા ઘ્વારા એલાન કરવામાં આવ્યું હતું કે તેઓ પરમાણુ હથિયારોનું નિર્માણ રોકી દેશે.

English summary
Donald Trump is all set to meet North Korea king Kim Jong Un once again
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X