For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પથી જૂઠું બોલી રહ્યા છે કિમ જોંગ, તૈયાર થઇ રહી બે બૈલેસ્ટિક મિસાઇલો

એક અમેરિકી અધિકારીના જણાવ્યા મુજબ નૉર્થ કોરિયા તેના નવા ઇન્ટરકોન્ટિનેન્ટલ બૈલેસ્ટિક મિસાઇલ (આઇસીબીએમ) પર કામ કરી રહ્યું છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

એક અમેરિકી અધિકારીના જણાવ્યા મુજબ નૉર્થ કોરિયા તેના નવા ઇન્ટરકોન્ટિનેન્ટલ બૈલેસ્ટિક મિસાઇલ (આઇસીબીએમ) પર કામ કરી રહ્યું છે. એટલું જ નહીં ઉત્તર કોરિયાના મિસાઈલ પ્રોગ્રામ પહેલાંની જેમ જ ચાલી રહ્યો છે. અમેરિકી અધિકારીએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે નૉર્થ કોરિયા પર ઇન્ટેલિજેન્સનો નવો રિપોર્ટ આવ્યો છે અને તેનાથી એવો અંદાજ કરવામાં આવ્યો છે કે મિસાઇલ પ્રોગ્રામ પહેલાની જેમ જ ચાલી રહ્યું છે. આ અમેરિકન અધિકારીની તરફથી એ વાત પર પણ ધ્યાન દોર્યું છે કે નૉર્થ કોરિયાની સરકારે તેમના સુપ્રીમ નેતા કિમ જોંગની દેખરેખ હેઠળ નવા આઇસીબીએમના નિર્માણ કાર્ય ને આગળ વધારી રહ્યા છે.

ફરીથી પડકાર બનશે નૉર્થ કોરિયા!

ફરીથી પડકાર બનશે નૉર્થ કોરિયા!

નૉર્થ કોરિયાએ ગયા વર્ષે ત્રણ આઇસીબીએમના ટેસ્ટ કાર્ય હતા અને તે પછી યુનાઇટેડ નેશન્સ (યુએન) એ તેના પર ઘણા પ્રતિબંધ લગાવી દીધા હતા. ત્યારથી નૉર્થ કોરિયા, આંતરરાષ્ટ્રીય સમુદાય માટે પડકાર બનેલું છે. સોમવારે વોશિંગ્ટન પોસ્ટ તરફથી જાણકારી આપવામાં આવી હતી કે પ્યોંગયાંગ એક જ કેન્દ્રમાં બે આઇસીબીએમ બનાવી રહી છે. જે સ્થળ પર આ મિસાઇલો તૈયાર કરવામાં આવી રહી છે, તેજ સ્થળ પર આ દેશની પહેલા લૉન્ગ રેંજ મિસાઈલનું નિર્માણ થયું હતું જેમાં હવાસોન્ગ -15 મિસાઈલ પણ શામિલ છે. આ મિસાઇલ અમેરિકાના ઇસ્ટ કોસ્ટ સુધી માર કરી શકે છે. સેટેલાઇટ ઇમેજોમાં આ વાતની પુષ્ટિ થાય છે.

ટ્રમ્પ અને અમેરિકા સાથે છેતરપિંડી કરી રહેલા કિમ જોંગ

ટ્રમ્પ અને અમેરિકા સાથે છેતરપિંડી કરી રહેલા કિમ જોંગ

એક અમેરિકન અધિકારી પાસેથી નામ જાહેર ન કરવાની શરતે વોશિંગ્ટન પોસ્ટને જાણ કરવામાં આવી હતી કે નૉર્થ કોરિયા, અમેરિકાને સંશોધન કેન્દ્ર, હથિયારો વિશે ખોટી માહિતી આપીને છેતરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ હેતુ માટે કિમ જોંગ એવો એવો દાવો કરે છે કે તેણે પરમાણુ હથિયારોથી સંપૂર્ણપણે કોરિયન દ્વીપકલ્પને મુક્ત કરવાનો તેનો ધ્યેય સિદ્ધ કર્યો છે. અમેરિકન ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં એ વાતનો સંકેત મળ્યો છે કે કિમ જોંગ તેના પરમાણુ શસ્ત્રોને વધારવામાં રોકાયેલા છે. જૂનમાં સિંગાપોરમાં કિમ જોંગ અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઇ હતી અને આ મુલાકાતમાં કિમએ ટ્રમ્પને વચન આપ્યું હતું કે તે પરમાણુ હથિયારોથી કોરિયન દ્વીપકલ્પને સંપૂર્ણપણે મુક્ત કરાવશે. તેમને વચન આપ્યું હોવા છતાં, કિમ સતત પરમાણુ શસ્ત્રો વધારી રહ્યા છે.

સતત ચાલુ છે પરમાણુ કાર્યક્રમ

સતત ચાલુ છે પરમાણુ કાર્યક્રમ

એક બીજા અમેરિકી અધિકારીએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું છે કે નૉર્થ કોરિયાએ મિસાઇલનું ઉત્પાદન બંધ કરી દીધું છે તે માટેના કોઈ પુરાવા નથી મળ્યા. નૉર્થ કોરિયાએ ન્યુક્લિયર ટેસ્ટ સાઇટને સમાપ્ત કર્યા પછી પણ મિસાઈલ નિર્માણ કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. ગયા અઠવાડિયે અમેરિકી વિદેશ મંત્રી માઇક પોંપેયોએ સિનેટે પેનલને જણાવ્યું હતું કે પ્યોંગયાંગ પરમાણુ શસ્ત્રો સાથે જોડાયેલી સામગ્રીનું ઉત્પાદન કરવામાં લાગેલું છે. જુલાઈમાં પોંપેયોએ નૉર્થ કોરિયાની મુલાકાત લીધી હતી. નૉર્થ કોરિયામાં પોંપેયોની મુલાકાતથી ખૂબ જ નારાજગી હતી અને નૉર્થ કોરિયા માને છે કે અમેરિકી અધિકારીઓના રવૈયા પરમાણુ નિઃશસ્રીકરણ પ્રત્યે ખુબ જ નિરાશાજનક છે.

English summary
A US Official has said that North Korea is constructing new intercontinental ballistic missiles
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X