For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનુ છેલ્લુ સંબોધન, બોલ્યા - રાજકીય હિંસા સહન કરી શકાય નહિ

પોતાના વિદાય ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે છેલ્લી વાર અમેરિકાની જનતાને સંબોધિત કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Donald Trump Farewell Speech: અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો વિવાદો ભર્યો કાર્યકાળ આજે(20 જાન્યુઆરી)ખતમ થઈ રહ્યો છે, પોતાના વિદાય ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે છેલ્લી વાર અમેરિકાની જનતાને સંબોધિત કરી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) પોતાની સરકારની ઉપલબ્ધિઓની પણ યાદ અપાવી. સાથે જ તેમણે અમેરિકી સંસદ કેપિટલ હિલ(capitol hill attack) પર થયેલ હિંસક હુમલાની નિંદા પણ કરી. ટ્રમ્પે કહ્યુ કે રાજકીય હિંસા ક્યારેય સહન કરી શકાય નહિ.

trump

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 3 નવેમ્બરે થયેલ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્ર્મ્પને ડેમોક્રેટિક નેતા જો બાઈડેન(Joe Biden)ના હાથે હારનો સામનો કરવો પડ્યો, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના કાર્યકાળ બીજા ચાલુ રાખવા માટે અસમર્થ રહ્યા. તમને જણાવી દઈએ કે આજે જો બાઈડેન(Joe Biden Swearing) અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. અમેરિકાની સત્તાની દોરી જો બાઈડેનના હાથોમાં પહોંચતા જ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે. રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના છેલ્લા ભાષણમાં ઘણુ બધુ કહ્યુ.

વિદાય ભાષણ આપીને ડોનાલ્ડ ટ્ર્મ્પે કહ્યુ, 'આપણા કેપિટલ પર થયેલ હુમલાથી બધા અમેરિકી ભયભીત હતા. રાજકીય હિંસા આપણે અમેરિકી તરીકે ઉભી કરેલી દરેક વસ્તુ પર હુમલો છે. આને ક્યારે સહન કરી શકાય નહિ. હવે પહેલાથી ઘણુ વધુ આપણે પોતાના મૂલ્યો માટે એકજૂટ થવુ જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે આગળ કહ્યુ, 'અમે અમારા કાર્યકાળ દરમિયાન ચીન પર ઐતિહાસિક અને યાદગાર શુલ્ક લગાવ્યા. ચીન સાથે અમે નવી રણનીતિ સાથે ડીલ કર્યુ. આપણ વેપાર સંબંધ ઝડપથી બદલાઈ રહ્યા હતા. અમેરિકામાં અબજો ડૉલરનુ રોકાણ કરવામાં આવી રહ્યુ હતુ પરંતુ કોરોના વાયરસે આપણને અલગ દિશામાં જવા માટે મજબૂર કર્યા.'

સૌથી ઓછા અપ્રૂવલ રેટિંગ સાથે ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય

રાષ્ટ્રપતિ પદ છોડતા પહેલા ડોનાલ્ડ ટ્ર્મ્પને વધુ એક ખરાબ સમાચાર સાંભળવા મળ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ની વિદાય પહેલા સોમવારે સામે આવેલ ગેલપ પોલ (Gallup Poll)ના જણાવ્યા મુજબ તેમની અનુમોદન રેટિંગ ઘટીને 34 ટકા રહી ગઈ છે. રાષ્ટ્રપતિ તરીકે સૌથી ઓછા અપ્રૂવલ રેટિંગ(approval rating)
મેળવનારાની લિસ્ટમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પનુ નામ પણ જોડાઈ ગયુ હતુ. ટ્રમ્પથી પહેલા સૌથી ઓછુ રેટિંગ મેળવનારમાં પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશ અને જિમી કાર્ટરનુ નામ શામેલ છે.

જો બિડેન અને કમલા હૈરિસ કાલે શપથ લેશે, જાણો આખું શેડ્યૂઅલજો બિડેન અને કમલા હૈરિસ કાલે શપથ લેશે, જાણો આખું શેડ્યૂઅલ

English summary
Donald Trump last address as president enumerated achievements at Farewell Speech
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X