22 જાન્યુ.ના રોજ દાવોસમાં PM મોદી-રાષ્ટ્રપતિ ટ્રંપની મુલાકાત

Written By:
Subscribe to Oneindia News

સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ શહેરમાં 22 જાન્યુઆરીના રોજ વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું આયોજન થનાર છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુલાકાત થઇ શકે છે. મંગળવારે વ્હાઇટ હાઉસે નિવેદન જાહેર કર્યું હતું કે, આ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રંપ વૈશ્વિક નેતાઓનું સંબોધન કરશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલીવાર તેઓ ઇકોનોમિક ફોરમમાં ભાષણ આપશે. જો આ કાર્યક્રમમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રંપની મુલાકાત થઇ તો એ વર્ષ 2018ની પહેલી મુલાકાત હશે. કહેવાઇ રહ્યું છે કે, આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે પાકિસ્તાન નીતિ, આતંકવાદથી લઇને બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઇ શકે છે.

modi trump

વ્હાઇટ હાઇસ મીડિયા સેક્રેટરી સૈંડર્સે જણાવ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં દુનિયાના નેતાઓ સામે પોતાનો અમેરિકા ફર્સ્ટને એજન્ડા મુકશે. આ વર્ષે ઇકોનોમિક ફોરમમાં ટ્રંપ અમેરિકન વ્યવસાય, ઉદ્યોગ અને કારીગરોને મજબૂતી આપવા માટેની પોતાની નીતિઓ પ્રમોટ કરશે. તેઓ અમેરિકન વેપારીઓ, અમેરિકન કંપનીઓ અને પોતાના દેશના કરીગરોને પ્રમોટ કરતા નજરે પડશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 6 કેન્દ્રિય મંત્રીઓનું એક આખું દળ જઇ રહ્યું છે, જેમાં લગભગ 100 સીઇઓ પણ સાથે જશે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કાર્યક્રમમાં ભાગ લેનાર છે. આ પહેલાં વર્ષ 1997માં દેવાગૌડા અને વર્ષ 1994માં પી.વી.નરસિમ્હા રાવે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

English summary
Donald Trump may meet PM Modi at World Economic Forum in Davos.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.