For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રમ્પે ચીની વસ્તુઓ પર ટેરિફમાં 5% વધારો કર્યો, અમને ચીનની કોઈ જરૂર નથી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક ચીની ઉત્પાદનો પર ટેરિફ પાંચ ટકા વધાર્યો છે. આ ઉપરાંત, ચીનના 550 બિલિયન ડોલરના ઉત્પાદનો પર અસર પડશે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક ચીની ઉત્પાદનો પર ટેરિફ પાંચ ટકા વધાર્યો છે. આ ઉપરાંત, ચીનના 550 બિલિયન ડોલરના ઉત્પાદનો પર અસર પડશે. ટ્રમ્પના નવા નિર્ણય બાદ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધની શક્યતા વધી જશે. ટ્રમ્પે શુક્રવારે ચીન પર આક્રમક વલણ અપનાવતા નવી ડયૂટીઝ લાદવાના નિર્ણય પર કાર્યવાહી કરવાની વાત કહી હતી.

Donald Trump

ચીન વિના અમેરિકા સારું છે

ટ્રમ્પે અમેરિકન કંપનીઓને ચીન છોડવાની અપીલ કરી છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે, 'અમને ચીનની જરૂર નથી. જો પ્રામાણિકતાથી કહું તો તેમના વિના આપણે વધારે સારા હોઇશુ. ' ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને આટલા વર્ષોમાં ચીનમાં ટ્રિલિયન ડોલરનું નુકશાન થયું છે. તેઓએ એક વર્ષમાં અબજો ડોલરના ખર્ચે અમારી બૌદ્ધિક સંપત્તિની ચોરી કરી છે અને તેઓ ઇચ્છે છે કે તે ચાલુ રહે, પરંતુ તેઓ હવે તે થવા દેશે નહીં. શુક્રવારે ચીને જાહેરાત કરી હતી કે તે અમેરિકાથી આયાત કરવામાં આવતા 75 અબજ ડોલરના ઉત્પાદન પર દસ ટકા જવાબી શુલ્ક લાદશે.

ટ્રમ્પનો નવો નિર્ણય તેનો બદલો હોવાનું માનવામાં આવે છે. 15 ઓગસ્ટના રોજ ટ્રમ્પ વહીવટીતંત્રએ જાહેરાત કરી હતી કે અમેરિકા 300 અબજ ડોલરના ચીની ઉત્પાદનો પર 10 ટકાના વધારાનો ટેરિફ લાદશે. આ ટેરિફ બે તબક્કાઓ પર લાગુ થશે, એક સપ્ટેમ્બર અને 15 ડિસેમ્બર. આ ટેરિફ બે તબક્કાઓ પર લાગુ થશે, એક સપ્ટેમ્બર અને 15 ડિસેમ્બર. તેના જવાબમાં, ચીને યુએસમાં ઉત્પાદિત વાહનો અને સ્પેરપાર્ટ્સ પર 25 ટકા અથવા પાંચ ટકા વધારાની ડ્યુટી લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ શુલ્ક 15 ડિસેમ્બરે બપોરે 12 વાગીને એક મિનિટ પર લાગુ થશે.

આ પણ વાંચો: અમેરિકાએ માન્યું, આર્ટિકલ 370 ભારતનો આંતરિક મામલો

English summary
Donald Trump raises tariffs on Chinese goods 5 percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X