For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂડાન અને ઈઝરાયેલ સંબંધોને સામાન્ય બનવવા માટે સંમત થયાઃ ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઘોષણા કરી કે સૂડાન અને ઈઝારાયેલ સંબંધોને સામાન્ય બનાવવા માટે સંમત થયા છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઘોષણા કરી કે સૂડાન અને ઈઝારાયેલ સંબંધોને સામાન્ય બનાવવા માટે સંમત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીને બે સપ્તાહથી ઓછો સમય બચ્યો છે. એવામાં ટ્રમ્પ માટે વિદેશ નીતિની મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ ટ્વિટ કરીને આની ઘોષણા કરી છે. આ સાથે જ અમેરિકાએ સૂડાન પર કડક પ્રતિબંધ સમાપ્ત કરી દીધા છે. અમેરિકાની મધ્યસ્થીમાં આવુ કરનાર આ ત્રીજો દેશ હોઈ શકે છે.

trump

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે સૂડાના ઈઝરાયેલ સાથે સંબંધ સામાન્ય કરવા સાથ જોડાયેલ સમજૂતી માટે તૈયાર થઈ ગયા છે. સંયુક્ત આરબ અમીરાત અને બહેરીનને મિલાવીને અત્યાર સુધી 3 અરબ દેશ અમુક સપ્તાહમાં ઈઝારાયેલ સાથે શાંતિ સમજૂતી કરી ચૂક્યા છે. એ સ્પષ્ટ નથી કે આ સમજૂતી બંને રાષ્ટ્રો વચ્ચે પૂર્ણ રાજનાયિક સંબંધ સ્થાપિત કરે છે કે નહિ.

વ્હાઈટ હાઉસ તરફથી આ ઘોષણા તેના તરત બાદ આવી છે જેમાં એ કહેવામાં આવ્યુ કે આતંકવાદ પ્રાયોજક રાજ્યોની સૂચીમાંથી સૂડાનને હટાવવા માટે કોંગ્રેસને સૂચિત કરવામાં આવ્યુ. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, 'સારા સમાચાર! સૂડાનની નવી સરકાર, જે બહુ પ્રગતિ કરી રહી છ, અમેરિકામાં થયેલ આતંકવાદી હુમલાના પીડિતો અને પરિવારોને 335 મિલિયન ડૉલરની ચૂકવણી કરવા માટે સંમત થઈ ગઈ છે. આવુ થતા જ હું સુડાનને આતંકવાદના પ્રાયોજક દેશોની સૂચિમાંથી હટાવી દઈશ. છેવટે અમેરિકીઓને ન્યાય મળશે અને સૂડાના માટે પણ આ મોટુ પગલુ છે.'

અમેરિકાએ સૂડાન સાથે આ સપ્તાહ એક સમજૂતી કરી હતી જે હેઠળ જો સૂડાન આતંકવાદથી પીડિત અમેરિકી નાગરિકોને વળતર આપે તો તેણે આતંકવાદને શરણ આપતા દેશોની સૂચિમાંથી બહાર કરી શકાય છે. અમેરિકામાં થતી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા આને ટ્રમ્પની ઉપલબ્ધિ તરીકે જોઈ શકાય છે. હાલમાં જ અમેરિકાએ ઈઝરાયેલ અને સંયુક્ત અરબ અમીરાત અને બહેરીન વચ્ચે રાજનાયિક સંબંધ સામાન્ય કરવામાં મહત્વની ભૂમિક ભજવી હતી.

બફર સ્ટૉકથી રાજ્યોને 28 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી વેચશે સરકારબફર સ્ટૉકથી રાજ્યોને 28 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી વેચશે સરકાર

English summary
Donald Trump said Sudan has agreed to peace and normaliszation agreeement with Israel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X