ડોનાલ્ડ ટ્રંપનો ટ્રાવેલ બેન લાગુ કરવા માટેનો નવો દાવ

Written By:
Subscribe to Oneindia News

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું છે કે, આવતા અઠવાડિયા સુધીમાં તેઓ પોતાનો ટ્રાવેલ બેનવાળો ઓર્ડર મેકઓવર સાથે ફરીથી લાવી શકે છે. રાષ્ટ્રપતિ ટ્રંપ મુસલમાન દેશોના નાગરિકો માટે બ્રાન્ડ ન્યૂ બેન ઓર્ડર લાવવાની તૈયારીમાં છે. ગુરૂવારે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ માં રાષ્ટ્રપતિ ટ્રંપે આ અંગે પોતાના ઇરાદાઓ સાફ કરી દીધા હતા.

donald trump

ગુરૂવારે વ્હાઇટ હાઉસ માં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ ખાસી લાંબી ચાલી હતી અને અહીં જ ટ્રંપે જાણકારી આપી હતી કે, તેઓ પોતાના ટ્રાવેલ બેનને એક નવા એક્ઝિક્યૂટિવ ઓર્ડર સાથે રિપ્લેસ કરવાનું વિચારી રહ્યાં છે. ટ્રંપે કહ્યું કે, 'આવતા અઠવાડિયે અમે એક નવું એક્ઝિક્યૂટિવ એક્શન લેવા જઇ રહ્યાં છીએ અને આ પૂર્ણ રીતે અમારા દેશને બચાવવા માટે હશે.' સાથે જ તેમણે પોતાના જૂના બેન ઓર્ડર સંબંધિત કાયદાકીય લડાઇ જીતવાનો ભરોસો પણ દર્શાવ્યો હતો અને સાથે કહ્યું કે, આ સમયે જ તેઓ એક નવો આદેશ લાવવાના છે, જેથી અમેરિકન લોકોની રક્ષા થઇ શકે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના આ નવા ઓર્ડરની જાહેરાત આવતા અઠવાડિયાની શરૂઆત કે પછી અઠવાડિયાના મધ્યમાં આવી શકે છે.

અહીં વાંચો - ટ્રંપ ઇફેક્ટ, ભારતીયોને અમેરિકામાંથી બહાર ધકેલવા માટે રાષ્ટ્રપતિ ટ્રંપને કરી અપીલ

ગયા અઠવાડિયે પણ આપ્યો હતો ઇશારો

આ પહેલાં ગત અઠવાડિયે ફ્લોરિડા રવાના થતી વખતે ટ્રંપે પોતાના નવા ઓર્ડર તરફ ઇશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આગલા અઠવાડિયા સુધીમાં તેઓ ઇમીગ્રેશન બેન સાથે જોડાયેલા નવા એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર સાઇન કરી શકે છે. સાથે જ પોતાના પહેલા બેન ઓર્ડર અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ ખૂબ દુઃખની વાત છે કે બેન માટે તેમણે કાયદાકીય લડાઇ લડવી પડે છે. આમ છતાં ટ્રંપ પાસે ઘણા વિકલ્પો છે અને તેમાંનો એક છે બ્રાન્ડ ન્યૂ એક્ઝિક્યૂટિવ ઓર્ડર લાવવો. ટ્રંપનું માનવું છે કે, સુરક્ષાની દ્રષ્ટિએ ઝડપ રાખવાની તાતી જરૂરિયાત છે. કોર્ટે ટ્રંપના બેન પર રોક લગાવી હોવા છતાં જે સર્વે સામે આવી રહ્યાં છે એમાં એક વસ્તુ તો સાફ છે કે, આ બેનને અમેરિકન જનતાનો પૂરો સહયોગ મળી રહ્યો છે.

English summary
US President Donald Trump all set to bring a new executive order with a new ban order.
Please Wait while comments are loading...