Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'મોદી અને હું હંમેશા મિત્ર રહીશું, ટેરિફ વિવાદ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન

Donald Trump VS PM Modi: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આજે ભારત વિશે મોટું નિવેદન આપ્યું છે. જોકે, શુક્રવારે (05 સપ્ટેમ્બર) તેમણે કહ્યું હતું કે, અમેરિકાએ ભારત અને રશિયાને ચીન પાસે ગુમાવી દીધા છે. થોડા કલાકો પછી, તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ ભારતથી ખૂબ નિરાશ છે, કારણ કે ભારત હજુ પણ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે, આ જ કારણ છે કે, તેમની સરકારે ભારત પર મોટો ટેરિફ લાદ્યો છે.

અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ વોરને લઇને માહોલ અત્યારે ગંભીર છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પીછેહઠ કરવા તૈયાર નથી તો બીજી તરફ PM મોદી પણ ટ્રમ્પના કમરતોડ ટેરિફને પગલે પીછેહઠ ન કરવા મક્કમ છે. ત્યારે ટ્રમ્પે ભારત સાથે સંબંધો ખાસ કરીને PM મોદીને લઇને વધુ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અત્યારે બંને દેશો વચ્ચે ભલે તણાવ છે. પરંતુ PM મોદી અને હું મિત્રો રહીશું.

Donald Trump VS PM Modi

ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી સાથેના સંબંધો વિશે શું કહ્યું?

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, અમેરિકાએ ભારતને ચીન સામે શા માટે ગુમાવી દીધો છે? તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'મને નથી લાગતું કે, આપણે ભારતને ગુમાવ્યો છે, પરંતુ હું ખૂબ નિરાશ હતો કે, ભારત રશિયા પાસેથી આટલું બધું તેલ ખરીદી રહ્યું છે. મેં ભારતને પણ આ કહ્યું હતું. આ પછી અમે ભારત પર ખૂબ મોટો ટેરિફ લાદ્યો, 50% જે ઘણો મોટો છે.' જોકે, ટીકા વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પે PM નરેન્દ્ર મોદી સાથેના પોતાના અંગત સંબંધો પર પણ ભાર મૂક્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે આગળ લખ્યું કે, તેઓ મહાન PM છે. તેઓ ગ્રેટ છે. પરંતુ હાલ તેઓ જે કરી રહ્યા છે તે મને પસંદ નથી. પરંતુ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. આ અંગે ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે બંને દેશો વચ્ચે આવી ક્ષણો ક્યારેક આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ભારત સાથે ફરીથી સંબંધો સુધારવા માટે તૈયાર છે? તેના જવાબમાં તેઓએ આ જવાબ આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે ટેરિફને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો છેલ્લા બે દાયકામાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીની વ્હાઇટ હાઉસ મુલાકાતનો ઉલ્લેખ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીની તાજેતરની વ્હાઇટ હાઉસ મુલાકાતને પણ યાદ કરી હતી. તેમણે કહ્યું કે, 'અમે રોઝ ગાર્ડનમાં ગયા હતા, પરંતુ ત્યાંનું ઘાસ સંપૂર્ણપણે ભીનું હતું. તે પ્રેસ કોન્ફરન્સ માટે ખૂબ જ ખરાબ સ્થળ હતું. પછી મેં કહ્યું કે, ચાલો વ્હાઇટ હાઉસના પ્રતીક ચિહ્નવાળી સુંદર સફેદ પથ્થરની જગ્યાનો ઉપયોગ કરીએ અને બધાને તે ખૂબ ગમ્યું હતું.'

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત અને ખાસ છે: ડોનાલ્ડ ટ્રમ્પ

જ્યારે મીડિયાએ પૂછ્યું કે, શું તેઓ ફરીથી ભારત સાથે સંબંધો સુધારવા માટે તૈયાર છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જવાબ આપ્યો, 'હા, હું હંમેશા તૈયાર છું. મોદીજી મારા સારા મિત્ર છે અને રહેશે. તેઓ ખૂબ જ સારા PM છે. આ સમયે મને તેમની કેટલીક બાબતો પસંદ નથી, પરંતુ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત અને ખાસ છે. ચિંતા કરવાની કોઈ વાત નથી.'

ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ભારત સહિત ઘણા દેશો સાથે વેપાર વાતચીત સારી રીતે ચાલી રહી છે અને તેના પરિણામો સકારાત્મક આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો હાલમાં મુશ્કેલ તબક્કામાં છે. તેમણે કહ્યું કે, અમેરિકાએ 'ચીનના પ્રભાવ'થી ભારત અને રશિયા ગુમાવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X