For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીના મેગા કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેશે, વાઈટ હાઉસનું એલાન

પીએમ મોદીના મેગા કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેશે, વાઈટ હાઉસનું એલાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએ મોદી 22 સપ્ટેમ્બરે અમેરિકાના હ્યૂસ્ટનમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે. આ વાતની પુષ્ટિ વ્હાઈટ હાઉસ દ્વારા કરવાાં આવી છે. વ્હાઈટ હાઉસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રવિવારે 22 સપ્ટેમ્બરે 2019ના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ટેક્સાસ, હ્યૂસ્ટન, વાપાકોનેટા અને ઓહાયો જશે.

modi

વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે અપેક્ષા છે કે હાઉડી મોદી કાર્યક્રમ હજારોલોકોના સપના અને સારા ભવિષ્યને વધુ મજબૂત કરશે. જણાવી દઈએ કે 2019માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદીનું અમેરિકી-ભારતીય સમુદાયના લોકોને આ પહેલું સંબોધન છે. માનવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમમાં 50000 લોકો ભાગ લેશે. આ કાર્યક્રમ હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં યોજાશે. કાર્યક્રમનું નામ હાઉડી મોદી રાખવામાં આવ્યું છે, જેને ટેક્સાસમાં વસતા ભારતીય સમુદાયના લોકો આયોજીત કરી રહ્યા છે. જેની થીમ સંયુક્ત સપના અને સારાં ભવિષ્ય રાખવામાં આવી છે. જેમાં પાછલા સાત દશકમાં ભારતીય-અમેરિકી લોકોએ કેવી રીતે અમેરિકામાં બદલાવ લાવ્યો અને બંને દેશો વચ્ચે સંબંધને મજબૂત બનાવવામાં પોતાની ભૂમિકા નિભાવી, તેના પર પીએમ મોદી ચર્ચા કરશે.

વ્હાઈટ હાઉસ તરફતી કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ ભારત-અમેરિા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું કે આ કાર્યક્રમ દ્વારા દુનિયાના બે સૌથી મોટા અને સૌથી જૂના લોકતંત્રની વચ્ચે કૂટનૈતિક સંબંધો સારા થશે, આ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર, ઉર્જાના ક્ષેત્રમાં સંબંધ વધુ મજબૂત થશે. જણાવી દઈએ કે પીએમ મોદી 21 સપ્ટેમ્બરે અમેરિકા માટે રવાના થશે, તેઓ પહેલાં હ્યૂસ્ટન જશે અને તે બાદ પીએમ મોદી 23મી સપ્ટેમ્બરે ન્યૂયોર્ક જશે.

<strong>આંધ્ર પ્રદેશઃ ગોદાવરી નદીમાં પ્રવાસી નૌકા પલટી જતા 12ના મોત, 10 લાખના વળતરનુ એલાન</strong>આંધ્ર પ્રદેશઃ ગોદાવરી નદીમાં પ્રવાસી નૌકા પલટી જતા 12ના મોત, 10 લાખના વળતરનુ એલાન

English summary
Donald Trump will be present at PM Modi's mega program
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X