For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રીજી ડિબેટ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ ખુદનો કોરોના ટેસ્ટ કરાવશે

ત્રીજી ડિબેટ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ ખુદનો કોરોના ટેસ્ટ કરાવશે

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ 22 ઓક્ટોબરે થનાર ત્રીજી ડિબેટ પહેલાં પોતાનો કોવિડ 19 ટેસ્ટ કરાવશે. પહેલી ડિબેટ 29 સપ્ટેમ્બરે થઈ હતી અને તે બાદ બે ઓક્ટોબરે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ હતી. ટ્રમ્પને વૉલ્ટર રીડ મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પાછલા એક અઠવાડિયાથી તેઓ ચૂંટણી પ્રચારમાં સક્રિય છે.

us election

બીજી ડિબેટ રદ્દ થઈ હતી

રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ તરીકે પોતાના બીજા કાર્યકાળની ઉમ્મીદ લગાવીને બેઠા છે. 15 ઓક્ટોબરે બીજી ડિબેટ થવાની હતી અને કોવિડ 19ને ધ્યાનમાં રાખી આ ડિબેટ વર્ચ્યુઅલી આયોજિત કરવાની યોજના હતી. પરંતુ ટ્રમ્પે આ ડિબેટમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમનું કહેવું હતું કે વર્ચ્યુઅલી ડિબેટ સમયની બરબાદી છે. ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેનનો સામનો હવે ત્રીજી અને અંતિમ ડિબેટમાં થશે. પહેલી ડિબેટ બાદ ટ્રમ્પની લોકપ્રિયતા પર ઘણી અસર પડી છે. 22 ઓક્ટોબરે થનાર ડિબેટ માટે વિષયોની પસંદગી થઈ ચૂકી છે. ટ્રમ્પના કેમ્પેન તરફથી આ ટૉપિક્સને લઈ વાંધો જતાવવામા આવ્યો છે. કેમ્પેનનું કહેવું છે કે આયોગ તરફથી ટૉપિક્સ અને નિયમોમાં બદલાવ કરી દેવામાં આવ્યા છે. જેનો ફાયદો જો બિડેનને મળશે. ટ્રમ્પ કેમ્પેન તરફથી બે પાનાની ચિઠ્ઠી લખી આનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ટ્રમ્પના કેમ્પેન મેનેજર બિલ સ્ટીફન તરફતી ચિઠ્ઠીમાં એક પ્રકારે કમીશનને જે ચિઠ્ઠી લખવામાં આવી છે તે બિલકુલ ધમકીભર્યા અંદાજમાં છે. સ્ટીફનનું કહેવું છે કે આખી ડિબેટને બસ એક મજાક બનાવીને રાખી દીધી છે.

US Election 2020: અમેરિકાના સ્વિંગ સ્ટેટ ફ્લોરિડામાં અર્લી વોટિંગ, અહીં જીતનાર જ વ્હાઈટ હાઉસે પહોંચેUS Election 2020: અમેરિકાના સ્વિંગ સ્ટેટ ફ્લોરિડામાં અર્લી વોટિંગ, અહીં જીતનાર જ વ્હાઈટ હાઉસે પહોંચે

જણાવી દઈએ કે જો બિડેન ઓબામા પ્રશાસનમાં વાઈસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે, તેમના માટે 21 ઓક્ટોબરથી ખુદ પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા કેમ્પેનિંગ કરતા જોવા મળશે.

English summary
Donald trump will do covid 19 test before third debate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X