For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિન્સ હેરી અને મેગનનું બાળક કેમ નહિ કહેવાય પ્રિન્સ કે પ્રિન્સેસ?

વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર એક નિયમના કારણે હેરી અને મેગનના બાળકને પ્રિન્સ કે પ્રિન્સેસ કહેવામાં નહિ આવે.

|
Google Oneindia Gujarati News

ડ્યુક એન્ડ ડચેઝ ઓફ સસેક્સ એટલે કે પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગન આગામી વસંત સુધીમાં એક બાળકના માતાપિતા બની જશે. અધિકૃત બ્રિટિશ કેલેન્ડર મુજબ માર્ચના મધ્યનો સમય વસંત ઋતુનો હોય છે અને આ દરમિયાન જ હેરી અને મેગન પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે. પરંતુ તમે જાણીને ચોંકી જશે કે આટલા મોટા શાહી પરિવારમાં જન્મ લીધા બાદ પણ આ બાળકને રાજકુમાર કે રાજકુમારીનું ટાઈટલ આપવામાં નહિ આવે. વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર એક નિયમના કારણે હેરી અને મેગનના બાળકને પ્રિન્સ કે પ્રિન્સેસ કહેવામાં નહિ આવે.

આ પણ વાંચોઃ મુંબઈઃ મોડલની હત્યા કર્યા બાદ શબના ટુકડા કરી સૂટકેસમાં ભરીને ફેંકી દીધીઆ પણ વાંચોઃ મુંબઈઃ મોડલની હત્યા કર્યા બાદ શબના ટુકડા કરી સૂટકેસમાં ભરીને ફેંકી દીધી

આ છે નિયમ

આ છે નિયમ

મેગન અને હેરીના બાળકને લૉર્ડ કે પછી લેડીનું ટાઈટલ આપવામાં આવશે નહિ કે પ્રિન્સ કે પ્રિન્સેસનું. કિંગ જ્યોર્જ પાંચમાંના નિયમના કારણે આમ થશે. વર્ષ 1917 માં કિંગ જ્યોર્જે એક નિયમ હેઠળ શાહી પરિવારના સભ્યોને મળતી ઉપાધિઓની સંખ્યા સીમિત કરી દીધી હતી. કિંગ જ્યોર્જ પ્રિન્સ વિલિયમ અને હેરીના પરદાદા હતા. આ નિયમ મુજબ ‘આ પ્રકારના મહારાજાના પૌત્ર જે સીધી રીતે મહારાજની લાઈનમાં આવે છે તેમના બાળકોને દરેક પ્રકારના અવસરો અને ઉપાધિઓ મેળવવાનો મોકો મળશે.' એટલે કે જ્યાં સુધી પ્રિન્સ ચાર્લ્સ જીવતા છે ત્યાં સુધી તો પ્રિન્સ હેરીના બાળકો આનાથી દૂર જ રહેશે. કહેવામાં આવી રહ્યુ છે કે મેગન અને પ્રિન્સ હેરીના બાળકોને લોર્ડ કે લેડી માઉન્ટબેટન-વિંડસાનું ટાઈટલ આપવામાં આવી શકે છે જો મહારાણી એલિઝાબેથ આને બદલવા ન ઈચ્છે તો.

હાલમાં વિલિયમના બાળકોની પાસે ટાઈટલ

હાલમાં વિલિયમના બાળકોની પાસે ટાઈટલ

વર્ષ 2015 માં એલિઝાબેથે પ્રિન્સ જ્યોર્જને પ્રિન્સનું ટાઈટલ આપ્યુ અને ત્યારબાદ તેમના બહેન અને ભાઈ પ્રિન્સેસ શેરલોટ અને પ્રિન્સ લુઈસને પણ આ ઉપાધિ આપવામાં આવી. માનવામાં આવી રહ્યુ છે કે આ કેસમાં પણ મહારાની હસ્તક્ષેપ કરી શકે છે. એ વાતની પણ આશંકા છે કે હેરી અને મેગન પોતાના બાળકો માટે હિઝ હાઈનેસ કે હર હાઈનેસ જેવા ટાઈટલ પણ નહિ અપનાવે કારણકે તે ઈચ્છે છે કે તેમનું બાળક શાહી લાઈમલાઈટથી દૂર એક સામાન્ય જીવન જીવે.

મહારાજ કે મહારાણી બનવુ પણ અસંભવ

મહારાજ કે મહારાણી બનવુ પણ અસંભવ

વર્ષ 2013 માં એક નિયમમાં પરિવર્તન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદથી મહારાજ કે મહારાનીનો ખિતાબ ઉંમરના આધારે આપવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો. મહારાની એલિઝાબેથ બાદ પ્રિન્સ ચાર્લ્સનો નંબર આવશે અને ત્યારબાદ પ્રિન્સ વિલિયમનો. વિલિયમ બાદ તેમના બાળકો અને બાદમાં હેરીનો નંબર આવશે જે છઠ્ઠા છે. પ્રિન્સ હેરીનું બાળક ખિતાબની રેસમાં સાતમાં નંબરે આવશે.

આ પણ વાંચોઃ દિલ્હીઃ હોટલ બહાર પિસ્તોલ લહેરાવવા મામલે 'હયાત' નું નિવેદનઆ પણ વાંચોઃ દિલ્હીઃ હોટલ બહાર પિસ્તોલ લહેરાવવા મામલે 'હયાત' નું નિવેદન

English summary
Duke and Duchess of Sussex, Prince Harry and Meghan's baby will not be a prince or princess.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X