મેક્સિકોમાં 8.0 તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

Written By:
Subscribe to Oneindia News

શુક્રવારે દક્ષિણિ મેક્સિકોમાં ભૂકંપના તીર્વ આંચકા અનુભવાયા હતા. સૂત્રો અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 8.0 માપવામાં આવી હતી. મેક્સિકો અને પ્રશાંત મહાસાગરની સીમા તથા ગ્વાટેમાલામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.

Earthquake in Mexico

નોંધનીય છે કે, અમેરિકા સહિત મેક્સિકોમાં પણ સુનામીની ચેતવણી આપતાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગ્વાટેમાલા, એલ સાલ્વાડોર, કોસ્ટા રિકા, નિકારાગુઆ, પનામા, હોંડુરાસ અને ઇકાવડોરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.

આ ભૂકંપનું કેન્દ્ર પેજીજીપનના દક્ષિણ-પશ્ચિમમાં 60 મીલ દૂર છે. મેક્સિકો અને ચિયાપાસના તટીય ક્ષેત્રોમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. હવામાન વિભાગે તટીય ક્ષેત્રોમાં સુનામીની ચેતવણી જાહેર કરતા લોકોને ઘરની બહાર નીકળવાની મનાઇ કરી છે.

English summary
Earthquake in mexico: measuring 8.0 strikes off the coast of southern mexico.
Please Wait while comments are loading...