For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટનની એક મસ્જિદ, તેના આ કાર્યથી છવાઇ ચર્ચામાં

|
Google Oneindia Gujarati News

લંડન, 30 મેઃ બ્રિટનના એક દક્ષિણપંથી સંગઠન ઇંગ્લિશ ડિફેન્સ લીગના કાર્યકર્તા બ્રિટનના યોર્ક સ્થિત એક મસ્જિદની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા, પરંતુ તેઓ ત્યારે આશ્ચર્યમાં મુકાઇ ગયા જ્યારે મસ્જિદના અધિકારીઓએ એ પ્રદર્શનકારીઓને અંદર બોલાવ્યા અને ચા-નાસ્તો કરાવ્યો.

મસ્જિદના અધિકારીઓના આ વ્યવહારની દરેક સ્થળે ચર્ચા થઇ રહી છે અને ઘણા લોકો તેના વખાણ કરી રહ્યાં છે. ઇંગ્લિશ ડિફેન્સ લીગના છ કાર્યકર્તાઓ આ રવિવારે યોર્કના બુલ લેનમાં સ્થિત મસ્જિદની સામે વિરોધ કરવા માટે એકઠા થયા હતા.

આ સમાચાર મળતાની સાથે જ 100 જેટલા નમાઝી પણ મસ્જિદમાં એકઠા થઇ ગયા. પહેલા તો એ વાતની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે બન્ને જુથો વચ્ચે ઘર્ષણ થશે, પરંતુ તેનાથી ઉલટું થયું હતું. મસ્જિદ અધિકારીઓએ પ્રદર્શનકારીઓને અંદર બોલાવ્યા અને તેમનું આદર સત્કાર કર્યું. આ ઉપરાંત મસ્જિદમાં ઉપસ્થિત નમાઝીઓ એ પ્રદર્શનકારીઓ સાથે ફૂટબોલ પણ રમ્યા.

યોર્કના આર્ચબિશપ ડોક્ટર જોન સેંતામૂએ મસ્જિદના વ્યવહારના વખાણ કરતા કહ્યું કે, પોતાના વિરોધીઓ અને તેમના અતિવાદી વિચારોને નિરસ્ત્ર કરવા માટે ચા, બિસ્કિટ અને ફૂટબોલ તો યોર્કશાયરની ખાસિયત છે.

વિરોધ પ્રદર્શનમાં સામેલ ફાધર ટીમ જોન્સનું કહેવું છે કે, મને માલુમ હતુ કે તેઓ બુદ્ધિજીવી અને દયાળું છે અને આ એક ઘટનાથી એ વાત પ્રદર્શિત થઇ જાય છે કે એ લોકો કેટલા હિંમતવાળા છે, શારીરિક રીતે અને નૈતિક રીતે પણ.

બ્રિટનની એક મસ્જિદ, તેના આ કાર્યથી છવાઇ ચર્ચામાં

બ્રિટનની એક મસ્જિદ, તેના આ કાર્યથી છવાઇ ચર્ચામાં

બ્રિટનની એક મસ્જિદ, તેના આ કાર્યથી છવાઇ ચર્ચામાં

બ્રિટનની એક મસ્જિદ, તેના આ કાર્યથી છવાઇ ચર્ચામાં

બ્રિટનની એક મસ્જિદ, તેના આ કાર્યથી છવાઇ ચર્ચામાં

બ્રિટનની એક મસ્જિદ, તેના આ કાર્યથી છવાઇ ચર્ચામાં

English summary
York mosque has been praised for serving tea and biscuits to EDL
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X