For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટર વિવાદ વચ્ચે એલોન મસ્કે નવુ વિમાન ખરીદ્યુ, જાણો તેની તમામ ખાસિયત!

એલોન મસ્ક છેલ્લા કેટલાક સમયથી ટ્વિટરને લઈને વિવાદોમાં છે. એલોન મસ્કે ટ્વિટરની જવાબદારી સંભાળતા જ ઘણા કર્મચારીઓની છટ્ટણી કરવાની શરૂઆત કરી છે. ભારતમાં પણ ઘણા બધા કર્માચારીઓને ટર્મીનેટર લેટર મળી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

એલોન મસ્ક છેલ્લા કેટલાક સમયથી ટ્વિટરને લઈને વિવાદોમાં છે. એલોન મસ્કે ટ્વિટરની જવાબદારી સંભાળતા જ ઘણા કર્મચારીઓની છટ્ટણી કરવાની શરૂઆત કરી છે. ભારતમાં પણ ઘણા બધા કર્માચારીઓને ટર્મીનેટર લેટર મળી રહ્યા છે. આ તમામ સમાચાર વચ્ચે હવે એલોન મસ્કે તેના માટે એક મોંઘુ પ્લેન ખરીદ્યુ છે.

twitter

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મસ્કે પોતાના માટે એક પ્રાઈવેટ જેટ ખરીદ્યું છે, જેની કિંમત $78 મિલિયન એટલે કે અંદાજે 643 કરોડ છે. તે જહાજનો ઓર્ડર ગલ્ફસ્ટ્રીમ G700 ને આપ્યો છે.

આ વિમાન આવતા વર્ષ સુધીમાં એલોન મસ્કને મળી જશે. આ પ્લેનમાં 19 લોકો એકસાથે મુસાફરી કરી શકશે. આ વિમાન 51000 ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકશે. આ પ્લેનમાં અન્ય પ્લેન કરતાં વધુ જગ્યા હશે. G700 જેટ બે રોલ્સ-રોયસ એન્જિન દ્વારા સંચાલિત હશે. આ ઉપરાંત એરક્રાફ્ટ ઇંધણ ભર્યા વિના 7,500 નોટિકલ માઇલ સુધી ઉડી શકે છે. એરક્રાફ્ટની પોતાની વાઈ-ફાઈ સિસ્ટમ હશે. આ સિવાય એરક્રાફ્ટમાં 20 વિન્ડો અને બે ટોયલેટ પણ હશે.

આ નવા વિમાનને એલોન મસ્કના હાલના એરક્રાફ્ટ G650ERની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવશે. અહી તમને એ પણ જણાવી દઈએ કે, મસ્ક પાસે ચાર પ્રાઈવેટ જેટ છે.

English summary
Elon Musk buys new plane amid Twitter controversy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X