For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કે એંડિવર ગ્રુપમાંથી આપ્યુ રાજીનામુ

ટેસ્લા કંપનીના સંસ્થાપક એલન મસ્ક એંડિવર ગ્રુપ હોલ્ડિંગ્ઝના બોર્ડ ઑફ ડાયરેક્ટરના પદેથી રાજીનામુ આપવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ ટેસ્લા કંપનીના સંસ્થાપક એલન મસ્ક એંડિવર ગ્રુપ હોલ્ડિંગ્ઝના બોર્ડ ઑફ ડાયરેક્ટરના પદેથી રાજીનામુ આપવા જઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ કંપની તરફથી ખુદ આ વાતની માહિતી આપવામાં આવી છે કે એલન મસ્ક બોર્ડ ઑફ ડાયરેક્ટરમાંથી બહાર જઈ રહ્યા છે. કંપનીના વાર્ષિક રિપોર્ટમાં આ વાતની માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ એલન મસ્કની રાજીનામુ 30 જૂન, 2022થી પ્રભાવી થશે.

elon musk

એંડિવરના પ્રવકતાએ કહ્યુ કે અમે એલન મસ્કને તેમની પ્રતિબદ્ધતા માટે અભિનંદન આપીએ છીએ, અમારી કંપનીના પહેલા વર્ષમાં તેમના યોગદાન માટે અમે આભાર માનીએ છીએ, તેમણે અમારી લાંબી અવધિના ગોલ અને રણનીતિને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી, ખેલ અને મનોરંજનના ક્ષેત્રમાં મસ્કે અમને એક વિઝન આપ્યુ. અમને જાણવા મળ્યુ છે કે એલન મસ્કની માંગ ઘણી વધુ છે અને તેમની પાસે સમય ઓછો છે, અમને જે મદદ મસ્કે આપી અમે તેના માટે તેમનો આભાર માનીએ છીએ. કંપનીએ એ પણ કહ્યુ કે મસ્કે 12 માર્ચના રોજ પોતાનુ રાજીનામુ આપી દીધુ હતુ અને આ રાજીનામા પાછળ કોઈ પણ પ્રકારનો કોઈ વિવાદ નથી. તમને જણાવી દઈએ કે એલન મસ્ક ટેસ્લાના સંસ્થાપક છે અને તેના સીઈઓ પણ છે. તે સ્પેસએક્સમાં ચીફ એન્જિનિયર પણ છે.

English summary
Elon musk resigns from Endeavor board of directors company says there is no dispute.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X